ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સના જથ્થાનો ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં નાશ કરાયો

SHARE:

– ૩૮૧ કરોડથી વધુની કિંમતના ૮,૦૦૦ કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેઈલ કંપની ખાતે નાશ કરાયો

– ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ રાજ્યના ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને ૨૯.૬૭ લાખની ઈનામની રકમ અર્પણ કરી

– ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ  કરાયો

ભરૂચ,

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજમાં ૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ  કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેઈલ કમ્પની ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસ ની કામગીરી ને બિરદાવી આભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે રાજ્ય પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય,આઈ.જી સંદીપસિંહ,સીઆઈડી ક્રાઈમ ડીઆઈજી,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના પદાધિકારીઓ અને રાજ્યના વિવિધ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દહેજ ખાતે ડ્રગ્સના દૈત્યને નાથવા માટેની મહત્વ પૂર્ણ જાહેરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ રાજ્યના ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹૨૯.૬૭ લાખની ઈનામની રકમ અર્પણ કરવામાં આવી હતી.દહેજની જી.એ.સી.એલ કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરી હતી.જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરી તેનું ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ – કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે,જે અંતર્ગત જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, રાજ્યના ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ૨૯.૬૭ લાખની ઈનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!