પાવીજેતપુરના બોરધા થી ચોકડી સુધીના નવા રસ્તાનું ધારાસભ્ય જયંતિ રાઠવાએ ખાતમુહૂર્ત કર્યું

SHARE:

– ૪.૫૦ કિમીનો રસ્તો રૂ.૩.૫૨ કરોડના ખર્ચે મંજૂર થતા આસપાસના ગામોના લોકો ટૂંકા અંતરથી તાલુકા મથક સાથે જોડાશે

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

પાવીજેતપુર તાલુકાના બોરધાથી ચોકડી સુધીના ૪.૫૦ કિલોમીટરનો રસ્તો રૂપિયા ૩૫૨.૪૫ લાખના ખર્ચે નવીન બનાવવામાં આવશે જેનું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ રસ્તાના નિર્માણથી જેતપુર પાવી તાલુકાના બોરધા, પાણીબાર, ઝાબ, નાની અમરોલ, સજુલી, દેગલા જેવા આસપાસના ગામોને છોટાઉદેપુર તાલુકાના ચોકડી, ભોપા, હરવાંટ જેવા વગેરે ગામોને ટૂંકા અંતરમાં જોડી શકાશે.આ સદર કામ પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારની ગ્રાન્ટ માંથી મુખ્યમંત્રી ગ્રામસડક યોજના ટ્રાઈબલ માંથી મંજૂર કરવામાં આવ્યો છે.સાથે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ માર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર છેવાડાના ગામડાઓ સુધી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ પહોંચાડવા કાર્યરત છે. આ નવીન રસ્તાના નિર્માણથી અહીંના આસપાસન ગામોના લોકો ખૂબ ટૂંકા અંતરમાં બીજા તાલુકા મથક ખાતે જોડાઈ શકશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!