– સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપલામાં દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે
– રાવણનું દહન કરવાની અનોખી પ્રથા : આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર રાવણની શોભયાત્રા નીકળી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના રાજપીપલા ખાતે દશેરાના બીજે દિવસે રાવણ દહન કરાયું હતું.સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપલામાં દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષોની પરંપરા આજે 45 વર્ષથી ચાલે છે.
સંસ્કાર યુવકમંડના પ્રમુખ મહેશ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તાર માંથી દર વર્ષે નીકળતીરાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે.રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલેકે અગિયારસના દિવસે રાજપીપલામાં રાવણ દહન કરવાની પ્રથા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષે પણ અગિયારસે રાજપીપલામાં દશેરાના બીજે દિવસે રાવણનું દહન થયુ હતુ.જેમાં રાજપીપલામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર રાવણની શોભયાત્રા નીકળી હતી.17 ફૂટ ઊંચા રાવણને જોવા લોક ટોળાં ઉમટ્યા હતા.રાવણ એક બુરાઈનું પ્રતિક છે તો આ બુરાઈને લોકો યાદ રાખે ભૂલી ના જાય એટલે નગર યાત્રા કાઢવામાં આવે છે.શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહન કરાયું હતુ.આ કાર્યક્રમ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો.




