best news portal development company in india

ઝઘડિયાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતની બીજી ગ્રામસભાનો પણ ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો

SHARE:

– રેગ્યુલર તલાટીની નિમણૂંક નહીં થતી હોય ગ્રામજનો દ્વારા ૨ ઓક્ટોબરના રોજ યોજાયેલ ગ્રામસભા નો બહિષ્કાર કર્યો હતો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમ્યાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી થતી હોય ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે.આજરોજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બીજી ગ્રામસભા હોય ગ્રામજનોએ ગ્રામસભાનો ફરીથી બહિષ્કાર કરી ગામના સરપંચ તથા ગ્રામસભામાં ઉપસ્થિત અધિકારીને જ્યાં સુધી રેગ્યુલર તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું છે, ગ્રામજનોએ જણાવ્યું છે કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ ડમલાઈ પડવાણિયા પીપળીપાન દરીયા ગુલા ફરીયાના તમામ ગ્રામસભાના મતદાર સભ્યોએ જણાવ્યું હતું કે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત પડવાણિયા પંચાયત ઓફિસ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી કમ મંત્રીઓની વારંવાર બદલીઓ થતા ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવે છે અને છેલ્લા છ મહિનાથી પડવાણિયા ગ્રામ પંચાયતમાં ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવ્યા છે તેઓ તલાટી કમ મંત્રી પાસે પણ ત્રણ પંચાયતના ચાર્જ હોવાથી અઠવાડિયામાં એક દિવસ પંચાયત ઓફિસ ખુલે છે, અને કદાચ એ દિવસે તાલુકા પંચાયતમાં મીટીંગ હોય તો પંદર દિવસે પંચાયત ઓફિસ ખુલે છે તેથી અહીંના સ્થાનિક અને ગરીબ લોકોને પંચાયત ઓફિસના ધક્કા ખાવા પડે છે અને સ્થાનિક લોકોના કામ થતા નથી,જેથી જ્યાં સુધી રેગ્યુલર તલાટી કમ મંત્રી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી જેટલીવાર ગ્રામસભા ભરાશે એવી તમામ ગ્રામસભાનો ગામ લોકો ગ્રામસભાનો બહિષ્કાર કરીશું તેમ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.

 

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!