ભરૂચ,
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં “એકતા રન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પ્રારંભ કલેક્ટર કચેરી ભરૂચથી મહાનુભાવો
એસપી અક્ષયરાજ મકવાણા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.જે શક્તિનાથ સર્કલ,પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવા તથા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, એન.સી.સી, એન.એસ.એસ, પોલીસના જવાનો, હોમગાર્ડ, રમતવીરો તેમજ સામાન્ય નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રની એકતા,અખંડતા અને એકરૂપતાના આદર્શોને ઉજાગર કરી રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રબળ બનાવવામાં આવ્યો હતો.







