સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાજલી અર્પણ કરાઈ

SHARE:

ભરૂચ,

૩૧ મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પુષ્પાજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતાના શિલ્પી સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તેમજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો.જેમાં સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધીની તસ્વીરને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ પુષ્પમાળા અર્પણ કરી એમના સ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,

શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,કોંગી આગેવાન ઝુબેર પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!