best news portal development company in india

ઝઘડિયા પોલીસ મથક દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

આજરોજ ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના માધ્યમથી ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અને ઝઘડિયા પોલીસ મથક દ્વારા આજરોજ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ રન ફોર યુનિટી ઝઘડિયા પોલીસ સ્ટેશનથી થાણા ફળિયા, મેઈન બજાર, ડી ડી હાઈસ્કૂલ, બિરસા મુંડા ચોક, મદીના મસ્જિદ, સુલતાનપુરા, તાલુકા પંચાયત થઈ પરત ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આવી રન ફોર યુનિટીનુ સમાપન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી રાઠોડ તથા ઝઘડિયા મથકના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, જીઆરડી સભ્યો તેમજ સ્થાનિક લોકોએ રન ફોર યુનિટી કાર્યક્રમમાં જોડાયા હતા.આશરે ૫૦ થી ૫૫ જેટલા લોકોએ રન ફોર યુનિટી માં ભાગ લઈ એકતાનો સંદેશો આપ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!