કમોસમી વરસાદના પગલે જંબુસરના વેડચ ગામના રસ્તાઓ અવરજવર માટે બંધ થયા

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના વેડચ ગામે રાત્રે વરસાદ પડવાને લીધે વેડચથી મોરવગા હિંગળાજ મહાદેવ કાનજી મામા વિગેરે જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે.

હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે વરસાદ પડવાથી વેડચથી મોરવગા હિંગળાજ મહાદેવ કાનજી મામા વડપીપળા તરફ જવાનો રસ્તો પાણી ભરાવાને લીધે બંધ થઈ ગયેલ છે.જેનો પીલુદરા કારેલી દૂધવાળા તિથોર વગેરે જનારા રોડનો ઉપયોગ કરે છે.આ રોડ બંધ થવાનું મુખ્ય કારણ વેડચ ગામ પંચાયતની નિષ્કાળજીને લીધે થાય છે.સરપંચને ગામ તરફ જવાની ગટરો ઊંડી કરવાની રજૂઆત કરી હતી. પહેલા વચમાં છત્રસંગ હીરાને ત્યાંથી  હિંગળાજ મહાદેવ વિગેરે તરફ જવાનો રસ્તો ખુલ્લો રહેતો હતો પરંતુ હવે ઊલટું થઈ ગયેલ છે જે ગામ તરફ જવાનો રસ્તો ખુલ્લો હોય છે અને મોરવગા કાનજીમામા હિંગળાજ વિગેરે તરફ જવાના રોડ ઉપર વરસાદ ને લીધે પાણી ભરાઈ જાય છે અને અવરનવર રસ્તો બંધ થઈ જાય છે.હમણાં દિવાળી પહેલો મોરવગા કાનજીમામા હિંગળાજ તરફ જવાના રસ્તાની ગટરો ઊંડી કરાવેલ છે જ્યારે ગામ તરફ જવાની ગટરો એવીને એવી છે જેથી પાણી ભરાય છે.જેના લીધે કાનજી મામા હિંગળાજ મહાદેવ,સોકળીયા વળપીપળા વગેરે જનારા ખેડૂતો ભોગ બને છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!