– ૧ લી એપ્રિલથી ભાવ અમલમાં આવતા ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધશે તો પ્રજા પર બોજ વધશે
ભરૂચ,
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાં ૧લી એપ્રિલથી ભાવ વધારો કર્યો છે.જેથી ભરૂચના માંડવા ટોલ ટેક્સ પર પણ રૂપિયા પ થી ૧૦ સુધીનો વધારો ઝીંકાયો છે.જેથી ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધતા પ્રજા પર બોજ વધશે.
આગામી ૧ લી એપ્રિલથી વડોદરા – સુરત એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહન ચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે.જેમાં ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર તરફ આવેલ માંડવા ટોલ ટેક્સ પરથી પસાર થતા ટ્રક,બસ અને હેવી મશીનરી વાહનો પર ટોલમાં ભાવ વધારો થયો છે.
સિનિયર મેનેજર રવિન્દ્રકુમાર માહિતી આપતા જણાવ્યું હતું કે કાર અને જીપમાં જૂના ભાવ યથાવત રહ્યા છે.નવા ભાવ મુજબ ટુ એક્સલ ટ્રક અને બસનો જૂનો ભાવ ૧૦૦ હતો જેમાં ૫ રૂપિયાનો વધારો થતા હવે ૧૧૫ ચૂકવવા પડશે જયારે થ્રિ એક્સલ ટ્રકનો જૂનો ભાવ ૧૧૦ હતો જેમાં પણ વધારો થયા ૧૧૫ રૂપિયા ચૂકવવા પડશે તો હેવી કન્સ્ટ્રક્શન મશીનરી અને સેવન ઓવર સાઈઝ વાહનો પર ૧૦ રૂપિયાનો વધારો થયો છે.જેથી હેવી કન્સ્ટ્રક્શન મશીનરી જૂનો ભાવ ૧૫૫ હતો જે હવે ૧૬૫ થશે તો સેવન ઓવર સાઈઝના વાહનોનો જૂનો ભાવ ૧૯૦ હતો જે હવે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે.તો મંથલી પાસમાં પણ ૨૦ થી ૨૫૦ સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો.
ટોલ ટેકસમાં ભાવ વધારો થતા જાગૃત નાગરિક ધનરાજ વસાવા એ જણાવ્યું હતું કે દૈનિક ૫ થી ૧૦ રૂપિયા અને મહિને ૨૦ થી ૨૫૦ રૂપિયાનો ભાવ વધારો થતા કોમર્શિયલ વાહનોમાં માલસામાન સહિત મુસાફરોની અવર જવર થતી હોય જેથી રોજિંદી જીવન ઉપર અસર જોવા મળશે અને ભરૂચ જીલ્લામાં ધણી જીઆઈડીસી આવેલી છે જેમાં વહન કરતા વાહનોને ટોલનું ભારણ વધશે જેથી સરકારે તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is