best news portal development company in india

૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત અનોખી સાયક્લિંગ યાત્રા

SHARE:

– ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ શ્રીનગરથી કન્યાકુમારી સુધીની અંદાજિત ૪૪૮૦ કિમીનું અંતર કાપશે સાયકલિસ્ટ

– એકતાનો સંદેશ આપતાં રાઈડર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચતા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલનો આવકાર

– વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને પ્રથમ નજરે નિહાળતા રાઈડર્સને સરદાર સાહેબની ભવ્યતાની પ્રતીતિ થઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૯ માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત “કશ્મીર ટુ કન્યાકુમારી સાયક્લિંગ એક્સપેડિશન – અ રાઈડ ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦ સાયકલિસ્ટ્સ ભાગ લઈ રહ્યા છે. આ સાયકલિસ્ટ્સ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે ૪૪૮૦ કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે.

યાત્રા દરમ્યાન રાઈડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે.ગોધરાથી ૧૪૫ કિમીની સફર પૂર્ણ કર્યા બાદ રાઈડર્સની ટુકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પહોંચી હતી.જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલે સાયકલિસ્ટ ટીમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે ભેેટ આપી હતી.

રાઈડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો.રાઈડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!