best news portal development company in india

મૂળ રાજસ્થાનના અને ભરૂચની આશીર્વાદ સોસાયટીમાં રામદેવ કેટરર્સના માલિકની હત્યા કરનાર નોકર ઝડપાયો

SHARE:

– લૂંટારુ બંધુઓએ પોતાના મલિકની લૂંટ કરવાના ઈરાદે ચા માં બે વખત ઘેનની ગોળીઓ નાંખી બેભાન કરી મોઢામાં બટાકુ મૂકી હાથ અને પગ બાંધી હત્યા કરી હતી

– રફુચક્કર થયેલા લૂંટારુને ભરૂચ પોલીસે દબોચ્યો : આરોપી 12 દિવસના રિમાન્ડ પર

– લૂંટારુ હત્યારાઓ સોસાયટીના સીસીટીવીમા કેદ થતા અને ગુનામાં વપરાયેલ ઈકો અને ડીવીઆર વડોદરા ગોલ્ડન ચોકડી નજીક નાંખી ફરાર થતા પોલીસને મળી મોટી સફળતા

– ઝડપાયેલ લૂંટારુ કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરી નારાયણ વર્માને ઘટના સ્થળની રિકંસ્ટ્રક્શન કરાવતા મૃતકનો પરિવાર અને સોસાયટીના લોકોએ ટપલી દાવના કર્યા પ્રયાસ : વડોદરા પણ ડીવીઆર અને ઈકો તથા મોબાઈલ ફેંક્યા હોય ત્યાંનું પણ રિકન્સ્ટ્રકશન કરાયું

ભરૂચ,

ભરૂચ એ ડિવિઝન પોલીસે આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલી કેટરર્સના માલિકની હત્યા અને લૂંટમાં પકડેલા મુખ્ય આરોપીનું આજરોજ રિકન્સ્ટ્રકશન કરાયું હતું.આ સમયે મૃતકના પરિવારજનોમાં આક્રોશ પણ ફેલાયો હતો.જેમાં આરોપીને માર મારવાની પણ કોશિશ કરી હતી.જોકે પોલીસે સમયસૂચકતા વાપરી આરોપીને સલામત રીતે લઈ જવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બનેલી પ્રકાશ પુનમારામ માલીની હત્યા અને લૂંટકાંડના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.માનવ રિસોર્સ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્માને ઉત્તરપ્રદેશ માંથી દબોચ્યો છે જ્યારે બીજો આરોપી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુની શોધખોળ તેજ કરવામાં આવી છે.

મૂળ રાજસ્થાનના અને ભરૂચના આશીર્વાદ સોસાયટીમાં છેલ્લા ધણા વર્ષોથી રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશ માલીની કોઈ અજાણી વ્યક્તિઓએ ઘરે પરત આવી હત્યા કરી હતી. આરોપીઓએ પહેલા ચામાં ઉઘવાની દવા પીવડાવી,બાદમાં બંને હાથ–પગ પાછળથી ચિથરૂ વડે બાંધી, મોઢામાં બટાટું ઠૂંસી તેની ઉપર સોફાના કવરનો ડુચો બાંધી નિર્દયીપણે હત્યા કરી હતી.ઘટના બાદ એ-ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસમાં લાગી ગઈ હતી અને માલી પરિવાર દ્વારા વારંવાર કાર્યવાહી ઝડપી કરવા રજૂઆતો કરવામાં આવી હતી.ટેકનિકલ પાસાઓ અને માનવ સૂત્રોની મદદથી પોલીસે જાણી કાઢ્યું કે હત્યા કેટરર્સમાં કામ કરનાર કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ વર્મા અને તેનો સાથી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ મળી પૂર્વયોજનાબદ્ધ રીતે આ લૂંટનો પ્લાન રચ્યો હતો.પોલીસને મળી આવેલી ચોક્કસ બાતમી પરથી એ ડિવિઝનના પીઆઈ આર.એમ.વસાવાએ તેમની ટીમના PSI સહિત ચાર સભ્યોને અમદાવાદથી ફ્લાઈટ મારફતે લખનૌવ રવાના કર્યા.ત્યાંથી 180 કિ.મી.નો પ્રવાસ કરી ટીમે રાતોરાત આરોપીના ગામ પહોંચી સ્થાનિક પોલીસની સાથે મળીને કમલાપ્રસાદને કાબૂમાં લીધો હતો.ત્યાર બાદ આરોપીને બચરાઈચ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ લાવવામાં આવ્યો હતો,જ્યાં કોર્ટમાં રજૂ કરી 12 દિવસની પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલી રહી છે.પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું.પુછપરછ દરમ્યાન આરોપી કમલાપ્રસાદે જણાવ્યું હતું કે તેણે અને સલીમ સદલુએ મળીને પાંચ દિવસ પહેલાથી લૂંટની પૂર્ણ યોજના બનાવી હતી.પ્રકાશ માલીનો પરિવાર દેશમાં ગયો હતો તે સમયે બંનેએ પ્રકાશ માલીને ઉઘવાની દવા પીવડાવી બેહોશ કર્યા હતો. ત્યાર બાદ હાથ–પગ બાંધી મોઢામાં બટાકો નાંખીને મોતને ઘાટ ઉતારી ઘરમાં રહેલી રોકડ અને દાગીનાની લૂંટ કરી ઈકો કાર લઈને ભાગી ગયા હતા.

બે તોલાની સોનાની ચેઈન કિંમત ₹1,90,000, રોકડ રૂપિયા  ₹9,50,000 (કેટરર્સના બે વર્ષની બચત), બે મોબાઇલ ફોન કિંમત ₹10,000, CCTV DVR – ₹5,000 અને ઈકો કાર (GJ-16-BB-8763)  કિંમત ₹3,00,000 કુલ મળીને ₹14,55,000ની લૂંટ કરી આરોપી ફરાર થયા હતા.બાદમાં ઈકો કાર વડોદરા NH-48 પર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેમાંથી આરોપીઓ લકઝરી બસ મારફતે નાસી ગયેલા હતા.જોકે આ હત્યામાં હજી આરોપી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ હાલ ફરાર છે.તેની ઝડપી માટે પોલીસ તવાઈ મચાવી રહી છે અને ઉત્તરપ્રદેશ પોલીસ સાથે સંકલન કરીને ચક્રવ્યૂહ રચી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!