best news portal development company in india

ભરૂચના ઝાડેશ્વર રોડ પર નિર્માણધીન પાનમ ગ્રુપના બિલ્ડીંગ ઉપરથી શ્રમિક નીચે પટકાતા મોત

SHARE:

– કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિકોની સેફટી સામે સવાલ : જવાબદાર વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ જરૂરી

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વરના સાંઈ મંદિર નજીક નિર્માણધીન બિલ્ડીંગ ઉપરથી શ્રમિક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત થતા કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર શ્રમિકોની સુરક્ષ લઈને સવાલો ઉભા થઈ ગયા છે.

ભરૂચના ઝાડેશ્વર સાંઈ મંદિર નજીક આવેલ પાનમ ગ્રુપના નિર્માણધીન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે.જેમાં ધણા શ્રમિક કામદારો કામ કરી રોજી મેળવી રહ્યા છે.ત્યારે મંગળવારની રાત્રિના સમયે બિલ્ડિગ ઉપર કામ કરી રહેલો એક શ્રમિક કામદાર બિલ્ડિંગની ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે મોત થતા આજુબાજુના અન્ય શ્રમિકો દોડી આવી પોલીસે ને જાણ કરતા પોલીસે શ્રમિકનો મૃતદેહ મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરુ કરી છે.

જોકે ભરૂચ શહેર અને જીલ્લામાં નવી બિલ્ડિંગો અને સોસાયટીઓ નિર્માણધીન થઈ રહી છે પરંતુ તેઓની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ઘણા શ્રમિક કામદારો સેફ્ટી વિના જોખમી રીતે મજૂરી કરી રહ્યા છે તેમ છતાં સમયાંતરે જવાબદાર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.ત્યારે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા શ્રમિક કામદારના જીવની કોઈ કિમંત ન હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!