ઝઘડિયાના તલોદરા ગામે માથાભારે ઈસમ દ્વારા યુવકને ખોટી રીતે ધાક ધમકી આપી રંજાડવામાં આવ્યો

SHARE:

– કંપનીમાં જોબ કરતા યુવકની ગાડીની તોડફોડ કરી કોઈ વાંક ગુના વગર ગાળા ગાળી કરી મારી નાંખવાની ધમકી આપી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં અવારનવાર છકી ગયેલા કેટલાક લબર મુછીયા યુવાનો તથા માથાભારે તત્વો દ્વારા જીઆઈડીસીમાં કામ બાબતે અથવા કોઈ રાજકીય બાબતે સ્થાનિક લોકોને રંજાડવામાં આવતા હોવાની ઘટના કોઈ નવી નથી! આવી જે ઘટના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે બની છે,તલોદરા ગામનો રહીશ નૈતિકભાઇ રાજેશભાઈ વસાવાનાઓ દહેજની કંપનીમાં ફરજ બજાવે છે,ગતરોજ નૈતિક તેના ખેતરેથી પરત સાંજના સમયે આવતો હતો ત્યારે ગામની એક દુકાન પાસે રસ્તામાં તેની બાઇક મૂકી પાન પડીકી લેવા ગયેલ હતો, તે સમયે ગામનો જ કરણ રામુ વસાવા નાઓ તેની ફોર વ્હીલર લઈ ત્યાંથી પસાર થતો હતો, ત્યારે તેણે ગાડી ઉભી રાખેલી અને કાચ ખોલીને નૈતિકને માં બેન સમાણી ખરાબ ગાળો બોલવા લાગેલ, જેથી નૈતિકે કરણને જણાવેલ કે ભાઈ મેં શું કર્યું છે તે મને ગાળો બોલો છો? તેમ કહી તેણે તેની ગાડી રિવર્સ મારીને નૈતિકની ગાડીમાં અઠાડી તેની બાઈકનું સ્ટેન્ડ તોડી નાખેલ‌ હતુ, ત્યાર પછી કરણ એકદમ ઉશ્કેરાટમાં આવી જઈ ગાડીની નીચે ઉતરી નજીકમાંથી પત્થર પકડીને નૈતિકને છૂટો મારતા તે‌ નીચો‌‌ નમી‌ જતા તેનાથી બચી ગયો હતો, ત્યાર બાદ નૈતિક તેની ગાડી લઈ તેના ઘર તરફ જતી વખતે આંગણવાડી પાસે કરણ રામુ વસાવાનો તેની ફોરવીલ લઈને નૈતિકને ફરીથી મારવા આવેલ અને ગમે તેમ ગાળો બોલી કહેતો હતો કે તને રસ્તામાં ગમે ત્યાં પતાવી દઈશ, આજે તો તને જીવતો નહીં છોડીશ, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી નૈતિક વસાવા તેની બાઈક છોડીને ભાગતો હતો ત્યારે કરણ રામુ વસાવા તેને મારવા માટે ફોર વ્હીલર ગાડી લઈને પાછળ આવ્યો હતો, ત્યારે નૈતિક તેના મિત્ર અંકિતના ઘરે ભાગીને ગયેલ હતો, જ્યાં તેણે અંકિતના માસા હાજર હતા તેમને બનાવ બાબતે વાત કરેલી હતી.ઘટના સંદર્ભે નૈતિક રાજેશભાઈ વસાવા નાએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં કરણ‌ રામુ વસાવા રહે.તલોદરાનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!