best news portal development company in india

ભરૂચ જીલ્લાના અલગ અગલ ૬ પ્રોહીબિશનના ગુનાઓમાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગરને અંકલેશ્વરમાં માટીયેડ ગામ માંથી ઝડપી લેવાયો

SHARE:

ભરૂચ,

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અસામાજિક તત્ત્વો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.ભરૂચ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના ૬ જેટલા પ્રોહીબિશનના ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા લિસ્ટેડ પ્રોહીબીશના બુટલેગરને ઝડપી પાડીને પોલીસે કાર્યવાહી છે.

ભરૂચ જીલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાની સૂચનાના આધારે એલ.સી.બી ભરૂચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સ્રોતોનો ઉપયોગ કરીને સઘન પ્રયાસો હાથધર્યા હતા.આ દરમ્યાન પો.સ.ઈ ડી.એ. તુવરની ટીમને અત્યંત ગુપ્ત અને સચોટ માહિતી મળી કે પ્રોહીબિશનના ગુનાઓનો લિસ્ટેડ આરોપી ચિંતન અકનભાઈ વસાવા ઉ.વ.૩૫ રહે.માટીયેડ ગામ તા.અંક્લેશ્વર હાલમાં તેના વતનમાં આવેલો છે.બાતમી મળતાં જ એલ.સી.બીની ટીમે તાત્કાલિક એક્શન લેતાં અંક્લેશ્વર તાલુકાના માટીયેડ ગામે દરોડો પાડી લિસ્ટેડ બુટલેગર આરોપી ચિંતન વસાવાને તેના ઘરેથી ઝડપી પાડી પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાંસોટ પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરી છે.અત્રે નોંધનીય છે કે આ આરોપી રાજ્યના વિવિધ જીલ્લાઓના ૧૫ ગુનાઓનો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે અને તે અંક્લેશ્વર શહેર,હાંસોટ, પાનોલી અને અંક્લેશ્વર રૂરલ સહિતના પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!