best news portal development company in india

સંવિધાન દિવસ અને “સર્ટીફિકેટ કોર્ષ ઓન ઈન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ (INM) ફોર ફર્ટિલાઈઝર ડીલર્સ” પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

ICAR કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ દ્વારા 26 નવેમ્બર 2025ના રોજ સંવિધાન દિવસ નિમિત્તે અને “સર્ટીફિકેટ કોર્ષ ઓન ઈન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ (INM) ફોર ફર્ટિલાઈઝર ડીલર્સ” ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.સમગ્ર કાર્યક્રમ કેન્દ્રના વડા ડૉ.કનક લતાના માર્ગદર્શન અને આયોજન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.તેમણે INM કોર્ષના મહત્વ અને ફર્ટિલાઈઝર ડીલર્સ માટે ટકાઉ પોષકતત્ત્વ વ્યવસ્થાપન અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં 100થી વધુ ખેડૂત, ફર્ટિલાઈઝર ડીલર્સ અને યુવાઓ જોડાયા અને સંવિધાન દિવસ નિમિત્તે શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્ય અતિથિ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રો. (ડૉ.) અરુણસિંહ સોલંકી રહ્યા. તેમણે ભારતીય સંવિધાનના મૂળ મૂલ્યો, કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક ચેતનાનું મહત્ત્વ અને INM પદ્ધતિના લાભો અંગે વિગતવાર સંબોધન આપ્યું.કાર્યક્રમનું સ્વાગત રેણુ ગોદારા દ્વારા આત્મીય રીતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ડૉ. શક્તિ ખજુરીયા દ્વારા અત્યંત સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી રીતે કરવામાં આવ્યું. તેમણે દરેક સત્રને સરળ સંકલન, સ્પષ્ટ માર્ગદર્શન અને ઊર્જાસભર રજૂઆત દ્વારા કાર્યક્રમમાં વિશેષ જીવંતતા ઉમેરાઈ.અંતે અભિષેક દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું.INM કોર્ષ પૂર્ણ કરનારા ૮૦ પરીક્ષાથીઓને પ્રમાણપત્રો વિતરણ કરી તેમને વૈજ્ઞાનિક પોષકતત્ત્વ વ્યવસ્થાપન અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ICAR–KVK પંચમહાલે આગામી દિવસોમાં વધુ લાભદાયક તાલીમ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ‎

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!