– દવા બાબતે માથાકૂટ કર્યા બાદ કેદીને યાર્ડમાં મુકવા જતા બની હતી ઘટના
– કેદી વિશાલ યાદવ સામે ૨૦૧૯ માં નેત્રંગ પોલીસ મથકમાં મર્ડરનો ગુનો નોંધાતા છેલ્લા ૬ વર્ષથી ભરૂચ જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે
– જેલના હવાલદાર ગુમાન વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી
ભરૂચ,
ભરૂચ જીલ્લા જેલમાં ફરજ પરના હવાલદાર સાથે કાચા કામના કેદીએ દવા બાબતે રકઝક કર્યા બી ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસ મથકમાં ૨૦૧૯ માં મર્ડર નો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી વિશાલ પારસનાથ યાદવની પોલીસે અટકાયત કરી હતી અને આરોપીને ભરૂચ જીલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.આરોપી છેલ્લા ૬ વર્ષથી ભરૂચ જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે.ત્યારે ગતરોજ રવિવારના રોજ જેલમાં ફરજ પરના હવાલદાર ગુમાનભાઈ વસાવા સાથે આરોપી વિશાલ યાદવે દવા બાબતે રકઝક કરી હતી.જે બાદ આરોપી વિશાલ યાદવને યાર્કમાં મૂકવા જતી વેળા વધુ બોલાચાલી થતી હવાલદાર ગુમાન વસાવાએ આ બાબતની જાણ જેલર એન પી રાઠોડને કરતા રકઝક કરનાર કાચા કામના કેદી વિશાલ યાદવ સામે રિપોર્ટ તૈયાર કરી ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરજ પરના હવાલદારની ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.







