ભરૂચ,
ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ સભ્યો અને હોદ્દેદારોએ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ અગ્રણી અરવિંદ દોરાવાલા,ઝુબેર પટેલ,શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈનાબાનું હાફેજી સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાજર રહેલા આગેવાનો દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનને યાદ કર્યા હતા.




