નેત્રંગના ટિમરોલીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ૨.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના ટિમરોલીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને એક ઈસમને વોન્ટેડ જાહેર કરીને નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે ટિમરોલીયા ગામના દયારામ રતિલાલ વસાવાએ ટિમરોલીયા ગામથી બલદવા ડેમના પાછળના ભાગ તરફ જવાના રસ્તા પર ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.એલસીબીની ટીમને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપર ઝાડી ઝાંખરામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન કુલ નંગ ૮૧૫ કિંમત રૂપિયા ૨,૫૮,૪૩૫ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.સદર ઈસમ દયારામ રતિલાલ વસાવા રહે.ગામ ટિમરોલીયા તા.નેત્રંગના હાજર મળેલ નહિ તેથી એલસીબીની ટીમે સદર ઈસમને વોન્ટેડ જાહેર કરીને તેની સામે નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.નેત્રંગ પંથકના ગ્રામ્ય વિસ્તારના ટિમરોલીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો ગણાય તેવો જથ્થો મળી આવતા પંથકમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!