– ભરૂચમાં સરેરાશ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઈ બરફની માંગમાં વધારો થયો
ભરૂચ,
અંકલેશ્વર માં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે.વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાઈ તેવી શક્યતા છે.
અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતીથી જાણે સુર્ય દાદા અગન ગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે.અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૧૫૦૦ કરતા વધુ નાના-મોટા એકમો ધમધમી રહ્યા છે.જેમાં ફર્મા, ડાઈઝ, ઈન્ટરમીડીયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલ માં બરફનો ઉપયોગ થતો હોય છે.જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે.તદઉપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે.આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી છે.
ગત વર્ષેની સરખામણી એ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉઘોગ પર પડી છે.આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા ઉનાળામાં બરફની માંગ ને પુરી કરવા બરફ ફેક્ટરી ના માલિકો છે ક સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પુરી કરતા હતા.જોકે ઉદ્યોગ આલમ પર મંડીની અસરને લઈ તેવો સમય હવે રહ્યો નથી જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં હજુ વધારો થાય તેવું લાગી રહ્યું છે.બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉધોગપતિના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે જોકે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે.તદ્દઉપરાંત ઉનાળામાંમાં વાંરવાર રહેતા વિજ કાપથી બરફ ઉધોગ પર તેની અસર વર્તાઇ છે સામે પાણી શિયાળાના ગાળામાં રહેતો હોવાથી પાણી પુરતી માત્રમાં મળી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is