આમોદના દિવ્યાંગ યુવકે જીલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ મેળવી

SHARE:

– ૧૦૦ મીટર દોડમાં પ્રથમ,લાંબી કુદમાં પ્રથમ તેમજ ચક્ર ફેકમાં બીજો નંબર મેળવ્યો

ભરૂચ,

આમોદ નગરમાં ગુજરાત સોસાયટી ખાતે રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા ફૈઝલભાઈ પટેલના દીકરા ઈમરાન પટેલે ભરૂચ જીલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ મેળવી આમોદ નગર તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું.

આમોદ નગરમાં આવેલી મિશ્ર શાળા નંબર – ૧ ખાતે ધોરણ ૮ માં અભ્યાસ કરતા ઇમરાન પટેલ દૃષ્ટિ ખામીને કારણે દિવ્યાંગ છે.પરંતુ તેઓ રમતોમાં વિશેષ રસ ધરાવે છે.જેથી શાળાના શિક્ષકો દ્વારા તેનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને પારખી તેને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.ત્યારે સ્થાનિક કક્ષાએ સફળતા મેળવ્યા બાદ તેણે ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ સંકુલમાં ચાલતા જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં વિશેષ કૌવત બતાવી પાંચમી ડિસેમ્બરના રોજ ૧૦૦ મીટર દોડમાં પ્રથમ,લાંબી કુદમાં પ્રથમ તેમજ ચક્ર ફેકમાં બીજો નંબર મેળવ્યો હતો અને આમોદ નગર સહિત તાલુકાનું નામ રોશન કર્યું હતું.દિવ્યાંગ યુવાન ઇમરાન પટેલની ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના આચાર્યા જમીલાબેન પટેલ વર્ગ શિક્ષક મેહઝબીન મુકરદામવાળા તેમજ સ્ટાફ પરિવારે શુભેચ્છા પાઠવી દિવ્યાંગ ઈમરાન પટેલને રૂપિયા ૫૦૦ નું રોકડ ઈનામ શાળા શાળાના આસિસ્ટન્ટ આચાર્ય ઝાકીર પટેલે પ્રોત્સાહિત કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!