– અગાઉ પણ પ્રકૃતિએ ઈન્ડિયન સીંગર અનુપ ઝલોટ સાથે સોંગ ગાયું છે
(જયશીલ પટેલ,ઝઘડીયા)
દાયજો એટલે લગ્ન સમયે કન્યાના માતા -પિતા દ્વારા વર (નવયુગલ) અથવા તેના પરિવારને આપવામાં આવતી ભેટ-સોગાદો, રોકડ,જમીન, સંપત્તિ, અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ, જે કન્યાના પોતાની મિલકત ગણાય છે અને તેના દ્વારા તેને સ્ત્રીધન તરીકે પણ ઓળખવામાં આવે છે,જેને કરિયાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.આવી જ એક પારિવારિક ફિલ્મ દાયજો
જે.બી.મુવિ મેકર્સ પ્રસ્તુત ટૂંક સમયમાં લાવી રહ્યાં છે,ત્યારે ભરૂચ જીલ્લાને ગૌરવ થાય એમ છે કારણકે આ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર મૌલિકભાઈ મહેતા તથા ભરતભાઈ રામી (મલ્હાર) (ગીતકાર) એ ભરૂચ જીલ્લાના વાલિયા ગામ ની દિકરીને હાલ ધોરણ – 12 માં ચાણક્ય વિદ્યાલય અંકલેશ્વરમાં અભ્યાસ કરતી પ્રકૃતિ યોગેશભાઈ દેસાઈને જીવનનું સૌ પ્રથમ ગીત માટે આ ફિલ્મમાં ગાવાનો અવસર આપ્યો છે. મૌલિકભાઈ મહેતા ગુજરાત ના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર છે.જેઓ એ અલકા યાજ્ઞિક, સાધના સરગમ, સોનુ નિગમ, કુમારશાનું, સુનિધિ ચૌહાણ જેવા બોલીવુડ ના ઘણાં ગાયકોને પોતાના Music Direction તેઓ એ સાજન તને મારા સમ, વિશ્વાસઘાત,એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, પ્રેમી નંબર 1,તારી સાથે, દેશ પરદેશ, ઠાકોર નંબર 1, અગ્નિપરીક્ષા, જન્મ દાતા, મન મોર બની થનગાટ કરે, પ્રીત જન્મોની ભૂલાશે નહી જેવી ઘણી ફિલ્મો તથા ઘણાં આલ્બમ માં મ્યુઝિક આપ્યું છે.પ્રકૃતિ યોગેશભાઈ દેસાઈએ ઘણાં આલ્બમ સોંગ માં ગીતો ગાયા છે.જેમાં ભારતના ભજન સમ્રાટ, પદ્મભૂષણ શ્રી અનુપ જલોટાજી સાથે પણ “સ્વર્ગ યહી હૈ નર્ક યહી હૈ ” ભજન ગાવા નો અવસર મળ્યો હતો. ગુજરાતી રોકસ્ટાર દેવ પગલી સાથે પણ “મામા મેરા અસલી ” ગીત ગાવાનો અવસર મળ્યો હતો. પ્રકૃતિ નું ટૂંક સમય પહેલાં જ “ગુડિયા રાની” નામ નું સોંગ વાઈઆરડી મ્યુઝિક ચેનલ પર આવ્યું હતું. જે સોંગ ને નવ લાખ કરતાં પણ વધુ જોવાયું હતું પ્રકૃતિ દેસાઈ ના પિતા પણ પ્રાથમિક શાળા, ઉચેડીયા માં સંગીત શિક્ષક છે. પ્રકૃતિ ના બીજા ઘણાં આલ્બમ આવી રહ્યા છે.




