best news portal development company in india

ભરૂચ મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવાના જામીન રદ્દ કરતો સેસન્સ જજનો હુકમ

SHARE:

– એફઆઈઆરના ગ્રાઉન્ડ પર ચીફ કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરી હતી

– ગુનાની ગંભીરતા,પ્રાઈમાફેસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લીધા વિના જામીન અપાયાં હતાં

ભરૂચ,

ભરૂચ જીલ્લાના મનરેગા કૌભાંડમાં હીરા જોટવાના જામીન મંજૂર થયાં હતાં.જોકે તેની સામે વાંધો ઉઠાવવામાં આવતાં તપાસ અધિકારીના નિવેદનો તેમજ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તેમજ અન્ય કેસોના ચૂકાદાઓ રજૂ કરવામાં આવતાં હીરા જોટવાના જામીન નામંજૂર કરવાનો હુકમ ભરૂચના પાંચમાં એડિશનલ સેસનસ જજે કર્યો છે.ઉપરાંત આરોપી હીરા જોટવાને આજરોજ શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવતાં મનરેગા કૌભાંડનું ભુત પુનઃ ધૂણ્યુ છે.

ભરૂચ જીલ્લાના ચકચારી મનરેગા કૌભાંડની ૩૦ મી ૨૦૨૫ માં ફરિયાદ નોંધાઈ હતી.જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે ઝડપાયેલાં જુનાગઢના હીરા જોટવાના ગત ૨૬મી સપ્ટેમ્બરના રોજ જામીન મંજૂર થયાં હતાં.ત્યારે તેને લઈને ભારે ચર્ચાઓને વેગ મળ્યો હતો.ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કરી હતી.જેની સામે તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરવા માટે પા કર્યાં હતાં. ભરૂચના પાંચમાં એડિશન સેસન્સ જજની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.જેમાં અદાલતે બન્ને પગલની દલીલોને ગ્રાહ્ય રાખી નોંધ્યુ હતું કે ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગત ૨૬મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આરોપી હિરા જોટવાને શરતોને આધિન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો.તે હુકમ ગુનાની ગંભીરતા, પ્રાઈમાફૈસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લઈ સાહેદોને લોભ લાલચ આપી તોડવા ફોડવાની શક્યાતા તેમજ મટીરીયલ ફેક્ટસ તથા સમાજ પર પડનાર અસરને ધ્યાને લીધાં વીના કરવામાં આવ્યો છે. તેવું પ્રાથમિક દ્રષ્ટીએ સ્પષ્ટ થાય છે.વધુમાં તેમણે ટાંક્યું હતું કે એફઆઈઆરના માઉન્ડ પર ચીફ કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરી છે.તેમજ આરોપીઓ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજી વિડ્રો કરી છે. એટલે હાઈકોર્ટે પણ આરોપીને જામીન આપ્યા નથી.ત્યારે માત્ર ચાર્જશીટ રજૂ થયાં બાદ કયાં પ્રકારના બદલાયેલાં સંજોગો છે.તે અંગેના પુરતા કારણો આપ્યા વિના ડિસ્ક્રીશનરી પાવનો ન્યાયીક રીતે ઉપયોગ નહીં કરીને આરોપી હિરા જોટવાનો જામની પર મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હોઈ બીએનએસએસની કલમ ૪૮૩(૩) મુજબ તે હુકમ રદ કરી આરોપીને જયુડીશિયલ કસ્ટડીમાં લેવાનો ન્યાયોચીત હોઈ કોર્ટે હુકમ કર્યો હતો કે, હીરા જોટવાના મંજૂર થયેલાં જામીન રદ કરવામાં આવે.ઉપરાંત હિરા જોટવાને ભરૂચના ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સરેન્ડર થવા તેમજ ૧૩મી ડિસેમ્બર શનિવારના સવારના ૧૧ વાગ્યા પહેલાં જો તે સરેન્ડર ન થાય તો તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કોર્ટે કર્યો છે.

જે બાદ હીરા જોટવાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા આગામી ૧૮ જાન્યુઆરી સુધી સ્ટે આપવામાં આવ્યો હતો અને ૧૯ મી ન રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!