best news portal development company in india

નર્મદા નદીના વહેણમાં ગેરકાયદેસરની નોંધણી થયા વગરની ડ્રેજીંગ મશીનવાળી યાંત્રિક બોટો/બાજ વડે થતા રેત ખનન પ્રવૃતિ બંધ કરાવવા ફરીયાદ

SHARE:

ભરૂચ,

સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીના વહેણમાં ગેરકાયદેસરની નોંધણી થયા વગરની ડ્રેજીંગ મશીનવાળી યાંત્રિક બોટો/બાજ વડે થઈ રહેલી ગેરકાયદેસર રેત ખનન પ્રવૃતિ બંધ કરાવવા ભરૂચ,નર્મદા અને વડોદરાના કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી.

સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર નર્મદાને માતા તરીકે જ ધાર્મિક માન્યતા આપી જ હોય તો સ્વભાવીકપણે આપણી પોતાની માતાનુ માન, સન્માન, ઈજ્જત અને આપણા હાથમાં શક્ય હોય તેટલુ મૈયાનું સંરક્ષણ કરવું આપણી કાયદેસરની જવાબદારી અને નૈતિક ફરજ પણ છે.પરંતુ નર્મદા મૈયાના વહેણને સ્વચ્છ રાખતી રેતી જે મૈયાનુ હૃદય અને ફેફસાં સમાન છે, તેને રેત ખનન માફીયાઓ દ્વારા નુક્શાન પહોંચાડીને કમજોર કરવામાં આવી રહેલ છે અને નર્મદાના પાણી પીવા લાયક રાખ્યા નથી.જો આપણી સગી માતાને ભલેને કોઈ તીસમારખાન થોડું પણ નુકશાન પહોંચાડે તો આપણું લોહી ગરમ થઇ જાય અને તે તીસમારખાનનુ ભાન અને ઔકાત દેખાડી દેવામાં આવે, પણ નર્મદા મૈયા માટે બધાનું લોહી ઠંડુ ન હોવુ જોઈએ.નર્મદા મૈયાની તંદુરસ્તીના સંરક્ષણ માટે આ તીસમારખાન રેતખનન માફીયાઓ માટે બધાનું લોહી ગરમ કરવાની જરૂર છે.રાજયમાં ભરૂચ, નર્મદા અને વડોદરા આ ત્રણેય જિલ્લાના લોકો ખુબજ નશીબદાર છે કે, જેની હદમાંથી નર્મદા મૈયા પસાર થઈ રહી છે.પરંતુ આ ત્રણેય જિલ્લાના રેતખનન માફિયાઓ નર્મદા મૈયા માટે ક્ષાપ બની ગયા છે અને તેના જખ્મી હૃદય અને ફેફસાં સાથે નર્મદા મૈયા ગુજરાતની ૭-કરોડ જનતા અને જિલ્લાના રખેવાળોને હાકલ કરી રહી છે કે, આ રેતખનન માફીયાઓની ગુંડાગીરીની ચુંગાલમાંથી મૈયાને મુક્ત કરી તંદુરસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે.

નદીના પાણી માંથી રેતી કાઢવાની કોઈ કાયદામાં કોઈ પરવાનગી નથી અને સસ્ટેનેબલ સેન્ડ માઈનીંગ ગાઇડ લાઈન-૨૦૧૬ અને એન્ફોર્સમેન્ટ એન્ડ મોનીટરીંગ ગાઈડ લાઈન-૨૦૨૦ (એમ.ઓ.ઈ.એફ.સી.સી.) અને બીજા પર્યાવરણીય કાયદાઓ થી પણ તે પ્રતિબંધિત છે. તેમ છતાં નર્મદા નદીમાં આજેપણ ૪૦૦-૫૦૦ થી વધારે ગેરકાયદેસરની જી.એમ.બી.માં નોંધણી થયા વગરની ડ્રેજીંગ મશીનવાળી લોખંડની યાંત્રિક બોટો/બાજ વડે લાંબી પાઇપો લંબાવીને અને મશીનોના મોટા અવાજ સાથે નર્મદાના પાણીમાંથી રેતી ઉલેચવાની પ્રવૃતિ ચાલી રહેલી છે અને આવી રીતે થઈ રહેલી ખનન પ્રવૃત્તિ એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે લીઝ વિસ્તારની બહાર અને પરમીશન વગરની રેત ખનન પ્રવૃતિ ખુલ્લેઆમ ગેરકાયદેસર ચાલી રહેલી છે. નદીના વહેણમાં પાકા પુલીયા બનાવીને નદીના વહેણના અવર-જવરના માર્ગને રોકીને અવરોધો ઉભા કરેલા છે.રાજયની જનતા અને રખેવાળ તંત્રની જાણમાં રેત ખનન માફીયાઓ દ્વારા નર્મદા મૈયાના ચીર હરણ થઈ રહેલા છે.ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદીના વહેણમાં રેતખનન કરી રહેલા રેતખનન માફીયાઓ આપણા ત્રણેય જિલ્લાના લોકોને અને રખેવાળો/વહીવટીતંત્ર પોલીસતંત્રને મુકસંમતિની સામે મુકપડડાર ફેંકી રહ્યા છે કે, “કોની હિંમત અને તાકાત છે, જે ખનન વિસ્તારમાં એન્ટ્રી કરીને રેતી ઉલેચતી બોટોને અને ખનન માફીયાઓને પકડી બતાવે”.

રેતખનન માફીયાઓનો આ મુકપડકાર એ ફક્ત ત્રણ જિલ્લાના લોકો અને તેના રખેવાળોને જ નથી પણ નર્મદાનુ પાણી પીતા તમામ લોકો અને ગુજરાતની ૭-કરોડ જનતાની સાથેસાથે દેશ અને રાજયનો કાયદો-વ્યવસ્થાને પણ રેતખનન માફીયાઓની મુકચેલેંજ છે અને આ મુકચેલેંજને સ્વીકારવાની અને ખનન માફિયાઓને રોકવાની કોઇની હિંમત અને તાકાત નથી, એ હાલ તો સ્પષ્ટપણે દેખાય જ રહેલુ છે !

હવે આ મુકચેલેંજ સામે આપણું લોહી ગરમ થાય છે કે કેમ? અને નર્મદા મૈયાની તંદુરસ્તીના સંરક્ષણ માટે આ તીસમારખાન રેતખનન માફીયાઓને અને તેની ૪૦૦-૫૦૦ થી વધુ ગેરકાયદેસરની બોટો/બાજ ને પકડીને રેત ખનન પ્રવૃતિ બંધ કરાવી દેવી કે ડરીને ભયમાં રહીને મુકસંમતિ ચાલુ રાખીને ફરજ અને જવાબદારીના પડદાની પાછળ છુપાઈને બેસી રહીને કાયદો-વ્યવસ્થાના ધજાગરા સાથે નર્મદા મૈયાનો વિનાશ જોતાં રહેવું? એ પોતપોતાના માન-સ્વમાન-સંવેદના-હદય-મન અને અંતરઆત્માના અવાજની વાત છે.

ગયા વર્ષે શુકલતીર્થ મુકામે ખનન વિસ્તારમાં ડુંબી જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયેલા તેઓના પરિવારોને આજે પણ ન્યાય નથી મળ્યો, પણ તે જ સ્થળે હાલ ખનન પ્રવૃત્તિ ચાલુ છે, તે પણ ખનન માફીયાની ખુલ્લી ચેલેંજ જ છે, તે સમજવાની વાત છે.

બાકી,ગુંડા લુખ્ખા તત્વોની ભાગીદારીમાં રેત ખનન માફિયાઓ નદીમાંથી રેત ખનન કરીને કરોડો-અબજો કમાઈ રહ્યા છે અને તેનાથી નદી કિનારે ધોવાણથી પ્રોટેકશન વોલ અને નદીમાં ધોવાણ થઇ ગયેલી બિનહયાત જમીનોનુ વળતર લોકોના ટેક્ષના રૂપિયાથી ચુકવવામાં આવશે !

અરજીઓ અને ફરીયાદોનું પણ કોઈ મુલ્ય હોવુ જોઈએ અને તેવી મુલ્યવાન આશાઓ સાથે  રજૂઆત કરી હતી.જેમાં ફરીયાદ કરીને માંગ કરીએ છે કે (૧) પોત-પોતાની હકુમતની ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીના વહેણમાં ગેરકાયદેસરની જી.એમ.બી. માં નોંધણી થયા વગરની ડ્રેજીંગ મશીનવાળી લોખંડની યાંત્રિક બોટો/બાજ વડે લાંબી પાઇપો લંબાવીને નર્મદાના પાણીમાંથી રેતી ઉલેચવાની ખુલ્લેઆમ ચાલી રહેલી ગેરકાયદેસર રેત ખનન પ્રવૃતિ કરનારાઓની તમામ બોટોને કસ્ટડીમાં લેવામાં આવે (૨) નર્મદા મૈયાના વહેણમાં રેતખનન માફીયાઓએ બાંધી દીધેલા પુલીયાઓ વહેણમાંથી દૂર કરવામાં આવે (૩) દંડ અને પર્યાવરણીય નુકશાની સાથે તમામ ખનન માફીયાઓ સામે ચોરી, રાજય-રાષ્ટ્રની સંપત્તિને નુકશાન અને વોટર પોલ્યુશન એક્ટ સહિતના ગુનાની એફ.આઇ.આર. નોંધવામાં આવે (૪) નર્મદા મૈયાના હૃદય અને ફેફસાં સમાન પાણીમાંથી રેતી કાઢવાની ગેરકાયદેસરની ખનન પ્રવૃતિને બંધ કરાવવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!