ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારોને લઈને જતો ટેમ્પો ગટરમાં પલ્ટી જતા કામદારોને ઈજા

SHARE:

– ૧૪ જેટલા કામદારો ટેમ્પોમાં બેસીને અંકલેશ્વર જઈ રહ્યા હતા તે દરમ્યાન ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં ગતરોજ કામદારોને અંકલેશ્વર લઈ જતો એક ટેમ્પો ગટરમાં પલ્ટી મારી જતા ટેમ્પોમાં બેઠેલા કામદારો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૧૫ મીના રોજ ૧૪ જેટલા કામદારો ઝઘડિયા જીઆઈડીસી માંથી ટેમ્પોમાં બેસીને અંકલેશ્વર જઈ રહ્યા હતા.તે દરમ્યાન રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં જીઆઈડીસીની બ્લેકરોઝ કંપની નજીકના વળાંક પાસે સ્પિડ બ્રેકર આવતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સ્પિડ બ્રેકર કુદીને રોડની બાજુની ગટરમાં પલ્ટી મારી ગયો હતો.અકસ્માતની આ ઘટના દરમ્યાન ટેમ્પોમાં બેઠેલા કામદારોને નાની મોટી ઈજાઓ થઈ હતી.આ ઘટનામાં અમુક કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા કેટલાકને હાથપગ પર ફેક્ચર પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયા હતા.અકસ્માત સંદર્ભે પરશુરામ શ્યામદેવ યાદવ હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટનામાં બેથી ત્રણ જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયા હતા,જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની કોઈ વિગતો હજુ સામે નથી આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ‌,જીલ્લા આરટીઓ અને ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગોમાં કામ કરાવતા કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે માલવાહક વાહનોમાં કોન્ટ્રાક્ટના કામદારોને ગામડેથી અથવા અંકલેશ્વરના શાંતિનગર, સારંગપુર જેવા વિસ્તારો માંથી લાવવા લઈ જવા માટે માલવાહક વાહનનો ઉપયોગ કરવામાં આવે છે.જેના માટે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સહિત જિલ્લા આરટીઓ પણ આવી ઘટનાઓ માટે જવાબદાર છે!

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!