આમોદ,
આમોદ નગરમાં આવેલા હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે નગરજનોમાં માંગ ઉઠવા પામી હતી.જેથી હિંદુ સ્મશાનના નિર્માણ માટે એક કરોડ એક લાખ રૂપિયાની ફાળવણી થતાં સમગ્ર હિન્દુ સમાજમાં ખુશી જોવા મળી હતી.
આમોદ – જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીના અવિરત પ્રયત્નો અને દૃઢ સંકલ્પના પરિણામે હિન્દુ સ્મશાનના મહત્વપૂર્ણ વિકાસ કાર્યને લીલી ઝંડી મળી હતી.
આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, મહામંત્રી ભાવિક પટેલ, નગરપાલિકાના સદસ્ય મહેશ પટેલ, અક્ષર પટેલ, ઉષાબેન પટેલ સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




