નર્મદા જિલ્લાકક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં ચૈતર વસાવાએ PM પ્રોગ્રામનાં કરોડોનાં ખર્ચ અંગેના ફરી હિસાબ માંગ્યા

SHARE:

– કેવડિયામાં અને ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના કરોડોનાં ખર્ચ અંગેની સંકલન બેઠકમાં  માહિતી માંગતા કલેકટરે 30 તારીખ સુધી માહિતી આપવાની બાંહેધરી આપી

– ચૈતર વસાવા દરેક મિટિંગમાં હિસાબો માંગે છે પછી એજન્સી સાથે તોડ પાણી કરે છે : સાંસદ મનસુખ વસાવા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ PM પ્રોગ્રામનાં કરોડોનાં ખર્ચ અંગેનો ફરી હિસાબ માંગ્યા હતા.

કેવડિયામાં અને ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના કરોડોનાં ખર્ચ અંગેની સંકલન બેઠક માં  માહિતી માંગતા કલેકટરે 30 તારીખ સુધી માહિતી આપવાની બાંહેધરી આપી હતી.એ ઉપરાંત બહુ ચર્ચિત મુદ્દો ગરુડેશ્વરમાં કેટલાક અધિકારીઓને પ્લોટ આપ્યા હતા.ત્યાં અધિકારીઓ મકાન બાંધીને હોમ સ્ટે ચલાવે છે અને કેટલાક અધિકારીઓ શરત ભંગ કરી રહ્યાહોવાની રજુઆત સાથે, ત્યારે આ મુદ્દે સ્થળ પર સ્થિતિની તપાસ કરવાની ચૈતર વસાવાએ માંગ કરી હતી.તેમજ ગરુડેશ્વરમાં જે અધિકારીઓએ શરત ભંગ કરી હોય એમની જમીન ફરીથી મૂળ માલિકોને પરત કરવામાં આવે એવી પણ માંગ કરી હતી.

એ ઉપરાંત મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવાની માંગ કરી હતી,તેમજ કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે એંગલો હટાવીને 20 ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવામાં અંગેની તેમજ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર માટે 14 ગ્રામસભા દ્વારા બેઠકમાં તારીખ 16,17,18ના રોજ અસહમતી દર્શાવી હતી.તો આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવે,પ્રોજેક્ટ રદ્દ નથી થતો તો જંગલ જમીનના, રેવન્યુ જમીનના તથા ઘરના,જમીનના, બોરના તથા જમીનના શું વળતર આપવામાં આવે છે, તેની માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. અનેઅંકલેશ્વર એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર બની રહ્યો છે,તેમાં 15 ગામોની જમીન સંપાદિત થવાની છે તો તેનો ડીપીઆર પ્લાન ગામના લોકોને આપવામાં આવે એવી માંગ કરી હતી.

રિસરફેસિંગ માટે FCAની પરવાનગી નથી જોઈતી, છતાં વન વિભાગ મનમાની કરી રોડ રસ્તાના કામ બંધ કરાવે છે, તે કામો તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે,ડેડીયાપાડા તાલુકામાં ફુલસરથી દુથાર, ગાદળાથી ખામ એપ્રોચ રોડ, મોસીટ અપ્રોચ રોડ પર વન વિભાગ દ્વારા અટકાવેલો રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે,ગુજરાત પેટર્ન સહિત બીજા આયોજનમાં લોકોની જે ડિમાન્ડ હોય, એ પ્રકારના આયોજન થાય અને એવા જ કામો મંજૂર થાય એ મુદ્દે રજૂઆત કરી હતી.જોકે આ અગાઉ સાંસદ મનસુખ વસાવા કરોડો નાં ખર્ચ અંગેનો જવાબ આપી ચુક્યા છે

ચૈતર વસાવા દરેક મિટિંગમાં હિસાબો માંગે છે પછી એજન્સી સાથે તોડ પાણી કરે છે.આ આગાઉ પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!