(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સ્પેકસન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો.
ઝઘડિયા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન નાયબ પોલીસવડાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી હતી.તેમજ પોલીસ સ્ટાફને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા.કાર્યક્રમમાં ઝઘડિયા પીઆઇ,પોલીસ સ્ટાફ તેમજ ગામ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આયોજિત લોક દરબારના કાર્યક્રમમાં ઝઘડિયા નગર અને વિસ્તારની વિવિધ સમસ્યાઓની ચર્ચા થઈ હતી.જે અંતર્ગત પોલીસ અધિકારીએ નગરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હલ કરવા યોગ્ય કરવા બાંહેધરી આપી હતી.વળી નગર અને પંથકમાં થતી ઘરફોડ ચોરીઓ જેવી ઘટનાઓ અટકે તે માટે અસરકારક કામગીરી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા પોલીસ સ્ટાફને સુચના આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોના ઉકેલ માટે પોલીસ કટિબધ્ધ છે એમ આ પ્રસંગે જણાવાયું હતું.




