– શિષ્ટ વિનાનું જીવન અને ભણતર નકામું : નીતિન પટેલ ઈ.આચાર્ય,જે.પી.કોલેજ ભરૂચ
આમોદ,
આમોદ તાલુકાના દાંડા ગામે ભરૂચની જે.પી.કોલેજની એન.એસ.એસ.શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાંથી દર વર્ષે NSS શિબિરનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આમોદ તાલુકાના દાંડા ગામે NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન ઇ.આચાર્ય નીતિન પટેલ,ગામ અગ્રણી જયંતીભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસરોએ દીપ પ્રગટાવી કર્યું હતુ.આ તબક્કે ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલે જણાવ્યું હતુ કે શિષ્ટ વિનાનું જીવન અને ભણતર નકામુ છે.માટે સૌ સ્વયંસેવકો કેમ્પ દરમિયાન શિષ્ટમાં રહે અને શિષ્ટાચાર જીવનમાં અપનાવે.જો આમ કરશો તો ચોક્કસ જીવનનું સાચુ ઘડતર થશે.ઉદ્દઘાટન શિબિરના અધ્યક્ષ વિમલભાઈ પટેલે સ્વયંસેવકોને કહ્યુ હતુ કે રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમ થકી રાષ્ટ્રભક્તિને વધુ મજબુત બનાવશો.રાષ્ટ્ર સક્ષમ બનશે તો આપણે સૌ મજબુત બનીશું.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ,સરપંચ ભાવિષાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ,જે.પી.કોલેજના સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડૉ.નિતાબેન પટેલ, ડૉ.દિપક પારેખ,ર્ડા.પિયુષ ચૌધરી,હિતેશ વસાવા,ભૂતપૂર્વ લીડર અને પત્રકાર ઝફર ગડીમલ સહિત પ્રાથમિક શાળાના ભૂલકાઓ,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પ દરમિયાન સ્વયંસેવકો શ્રમદાન, બૌદ્ધિક શેષનમાં ભાગ લેશે.સાથે ગ્રામ્ય સંસ્કૃતિના જીવન અનુભવોનો લાભ લેશે.




