જંબુસરના ઉચ્છદ ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા નીકળી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શ્રી કબીર મંદિર મહંત શ્રી ચંદનદાસ મહારાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે.જે તારીખ 10- 1-2026 સુધી કથા યોજાશે.કથાનો સમય બપોરે બે થી પાંચ સુધી રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસ (ચાવજ) પોતાની અમૃતવાણીનો લાભ આપશે. કથાના મુખ્ય યજમાન ભારતસિંહ ઉદેસિંહ પઢિયાર તથા પોથી યજમાન મહિજીભાઈ ધુળાભાઈ ગોહિલ સમસ્ત પરિવારે સેવા બજાવી હતી.આજરોજ જ્ઞાનયજ્ઞ પ્રારંભે ભવ્ય પોથીયાત્રા પીપળ ફળિયાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી કબીર મંદિર, રાજ ફળિયું નવીનગરી થઈ પરત ભાથીજી મંદિર કથા સ્થાને આવી પહોંચી હતી.પોથીયાત્રામાં ભક્તિ રસમાં સૌ લીન બન્યા હતા.તથા પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંગલ ધ્વનિ સાથે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો હતો.જ્ઞાનયજ્ઞ પ્રારંભે વ્યાસપીઠ ભરતી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે પોતાની અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે ભગવાનનો આશ્રય ક્યારે પ્રાપ્ત થાય તે ભજન કીર્તન થકી મનશુદ્ધિ થાય છે.ભગવાનની સ્તુતિ કરી શિવ મહાપુરાણનો મહિમા ગુણગાન ગાથા નો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે શંભુદાસ મહારાજ, ગણેશદાસ મહારાજ, દિલીપભાઈ ગોહિલ, સરપંચ વિજયસિંહ રાજ, હસમુખભાઈ પઢીયાર, જશુભાઈ રાજ,ગોવિંદભાઈ પઢીયાર,કાલુભાઈ ગોહિલ, દીપકભાઈ પઢીયાર, મંગલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!