રાજપીપલા નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાન માંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા ચકચાર

SHARE:

– ગુજરાતમાં પ્રથમવાર 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાન માંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો  સામે આવ્યો છે.તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.જોકે આ જર્જરીત મકાન માંથી મળી આવતા ઘણા જુના ચામડા હોવાનું પ્રાથમિક તારણ જણાયું છે.

મંદિરના ટ્રસ્ટી પંકજ વ્યાસ દ્વારા સફાઈ કામ કરતી વખતે પેટી ખોલતા ચામડા જણાતા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી અને પેટી સહીત ચામડા નખ જપ્ત કરી તેનો કાયદેસરનો પંચ કયાસ કર્યો હતો.તપાસ માં  37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘ ના નખ મળી આવ્યા છે.જોકે ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા એફ એસ એલ લેબોરેટરિમામાં નખ અને ચામડું મોકલી આપવામાં આવ્યું છે.

રાજપીપલા વન વિભાગની કચેરીએ ફોરેસ્ટ અધિનિયમ હેઠળ (તસ્કરી) નો ગુન્હો નોંધી તપાસ હાથધરી છે.જોકે આ ચામડું 35 વર્ષ થી વધુ થયા હોય એવું આ જગ્યા પર હતું એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યું હતું.અહીંયા મંદિર માં રહેતાં મહારાજ નું 7-7-2025 ના રોજ દેવલોક પામ્યા છે.જોકે આ ચામડા અને નખ મહારાજ જ્યાં રહેતા હતા એ રૂમમાંથી જ મળી આવ્યું છે.હાલ તો વનવિભાગ મંદિરના નિધન થયેલ મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા એની તપાસ ચાલુ કરી છે  તપાસમાં મોટા માથા નિકળે એવી આશા લાગી રહી છે.મંદિરના ટ્રસ્ટી ના કહેવા મુજબ મહારાજ માધ્યપ્રદેશના હતા ની વાત બહાર આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!