best news portal development company in india

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળતા બીટીપીના આગેવાનો અને કાર્યકરો જોડાયા

SHARE:

– પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરાઈ

ભરૂચ,

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી.જેમાં SIR તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલીગેટ

ઝુબેર પટેલ,એસી ડિપાર્ટમેન્ટ ના સતીન મહેતા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા.કારોબારીમાં હાલમાં ચાલી રહેલ SIR ની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચાઈ કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટી માંથી બનાવેલ બીએલઓ ૨ ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કોંગ્રેસન આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેસેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફો, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો કરવામાં આવશે અને તેના નિરાકરણ તરફ આગળ વધશે.તો બીજી તરફ કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ બીટીપીના આગેવાનો અને કાર્યકતા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા,ભીમરાજ મોરે, લક્ષ્મી  વસાવા,શબ્બીર અહમદ સહિત ૨૫ જેટલા કાર્યકરો   જોડાયા હતા અને જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એકી અવાજે જન વિરોધી ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા હાકલ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!