– વડોદરા જિલ્લાની રેતીની લીઝોના સંચાલકો દ્વારા ગ્રામ પંચાયતની હદમાં ખેતરોના રસ્તામાં રહી ઓવરલોડ પાણી નીતળતી રેતીનું રોયલ્ટી ચોરી કરી વહન કરાતું હોય પાણેથા ગ્રામ પંચાયતમાં કાયદેસર રીતે રસ્તો બંધ કરેલ છે
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના પાણેથા વિસ્તારના નર્મદા નદીના કિનારા ના પટમાં વડોદરા જિલ્લાની રેતીની લીઝો આવેલી છે.આ લીઝોના સંચાલકો દ્વારા પાણેથા ગામની હદના ખેતી ઉપયોગમાં કામમાં લેવાતા રસ્તાઓ પરથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ પાણી નીતળતી રોયલ્ટી ચોરી કરી રેતીનું વહન કરવામાં આવતું હોય ગ્રામ પંચાયતમાં કાયદેસર રીતે તે રસ્તો રેતીના વાહનો માટે બંધ કરવામાં આવેલ હતો.જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી વહન કરનારોનું ઉપલાણું લઈ પાણેથા ગ્રામ પંચાયતના સરપંચને ૫૭(૧) મુજબની નોટિસ આપી જવાબ આપવા જણાવ્યું હતું.આ બાબતે પણેથા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા પાણેથા ગામે નદી કિનારે ફક્ત રેતીનું વહન કરતાં ભારે વાહનો પર નિયંત્રણ માટે બેરીકેટ લગાવવામાં આવેલ તેના સંદર્ભે પાણેથા ગામના સરપંચને ૫૭(૧) મુજબની નોટિસ આપી સુનાવણીમાં હાજર રહેવા અને જવાબ રજૂ કરવા જણાવેલ હતુ.જેથી સરપંચ ત્યાં હાજર રહ્યા હતા, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તેમની પાસે સામાન્ય સભા તથા ગ્રામસભા ના ઠરાવો,ખેડૂતોની અરજી તથા ખેડૂતોના સોગંદનામાં અને તેમના દ્વારા વડી કચેરીએ કરવામાં આવેલા ટપાલ વ્યવહારોની નકલો જેમાં જિલ્લા વિકાસ અધિકારી પણ સામેલ થાય છે.તથા માર્ગદર્શન તથા દાદ મેળવવા બાબતના પુરાવા અને ભરૂચ જિલ્લા કલેકટરના જાહેરનામાની નકલ તથા અન્ય લાગુ પડતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ હતા, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા પંચાયત દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા ધ્યાને લીધેલ નહીં અને સામા વાળા એટલે કે લીઝ ધારકો પાસે રસ્તાનો ઉપયોગ કરવા તથા ખનીજ ભરેલા વાહનો પસાર કરવા કોઈ પરવાનગી મંજૂરી નથી તેવું પંચાયત ની રૂબરૂમાં સુનાવણી દરમ્યાન સ્વીકારેલું છે અને પાણેથા ગામની હદ વિસ્તાર કોઈપણ સાદી રેતી કોવોરી લીઝ આવેલ નથી તેમ છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે લોકો રાત દિવસ બેફામ ગેર કાયદેસર ભીની રેતીનું રોયલ્ટી વગર વહન કરતા હોય તેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે! ગ્રામસભામાં કરવામાં આવેલ ઠરાવની અવગણના થતી હોય તેમ તેમને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે તેવું જણાવ્યું હતું.વધુમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પૈસા દિવસની ઉજવણી બાબતે ગ્રામસભા યોજવા પત્ર દ્વારા જણાવેલ હોય અને તે જ ગ્રામસભામાં થયેલ ઠરાવનું મહત્વ ન હોય તેમ લાગે છે અને સરપંચ પાણેથા દ્વારા કોઈ સરકારી કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડેલ નથી અને કોઈ ગેર વ્યવહાર પણ થયેલ નથી તેમ છતાં સરપંચને માનસિક તણાવ આપવા માટે ૫૭(૧) મુજબની નોટિસ આપવામાં આવી હોવાનો જિલ્લા વિકાસ અધિકારી પર આક્ષેપ કર્યો છે.આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં પિટિશન પર દાખલ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.




