(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી પાણેથા ગામની સીમમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારના સમયે દીપડો પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
દીપડો પાંજરે પુરાતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.પકડાયેલા દીપડાને આરોગ્ય તપાસ બાદ સુરક્ષિત રીતે વન વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ વન વિભાગે જણાવ્યું છે.દીપડાની દહેશતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખેતરોમાં જવાનું ટાળતા ખેડૂતો માટે દીપડો પાજરે પુરાતા રાહત સર્જાઈ છે.




