અંકલેશ્વર પોલીસે કોંગ્રેસના કાર્યકરની ગેરકાયદે અટકાયત કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથક બહાર ધરણા

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરમાં SIR (સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન) ની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે SIR અને મતદાર યાદી સુધારાના મુદ્દે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ અને આપના કાર્યકરોની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર અટકાયત કરી છે.આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા.

કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે, લોકશાહી અધિકારો માટે અવાજ ઉઠાવનારા કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે આને બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું.અંકલેશ્વર શહેરના ચૌટા બજાર પોલીસ સ્ટેશન ખાતે, SIR (મતદાર યાદી સુધારા)ના મુદ્દે અવાજ ઉઠાવનાર કોંગ્રેસના કાર્યકરોને દબાવી દેવાના ઈરાદાથી પોલીસ દ્વારા ગેરકાયદે અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી સ્પષ્ટ રીતે લોકશાહી વિરોધી અને બંધારણીય અધિકારોનો ભંગ છે.આ ગેરકાયદે અટકાયતના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા,શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા,શરીફ કાનુગા,તારિક શેખ અને કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેઠા હતા.

કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે જણાવે છે કે લોકશાહી બચાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ નથી. શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધના અવાજોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કોંગ્રેસ ક્યારેય સ્વીકારશે નહીં.

પોલીસ તંત્રને વિનંતી કરવામાં આવે છે કે તે તાત્કાલિક તમામ અટકાયતીઓને મુક્ત કરે અને બંધારણ અનુસાર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે.જો આ ગેરરીતિ ચાલુ રહેશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓ અને તંત્ર પર રહેશે.જયાં સુધી અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!