આમોદના કેરવાડા ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

SHARE:

– ૧૯૯૫ માં પ્રથમ વખત રક્તદાન કરનાર રકતદાતાએ ૯૬ વખત રક્તદાન કર્યું 

આમોદ,

કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી દ્વારા આજરોજ એવીસીટી કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેરવાડા ગામે મોટી સંખ્યામાં હિન્દુ – મુસ્લિમ ભાઈઓ બહેનોએ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદાર નિભાવી હતી.ટ્રસ્ટ મંત્રી ડૉ.યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં ૯૬ વખત રક્તદાન કરનાર અને રાજ્યપાલના હસ્તે સન્માનિત થનાર દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કેરવાડા, કોલવણા,તણછા,આમોદ, પખાજણ સહિતના ગામોના રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. રક્તદાન કેમ્પમાં દાહોદથી આવેલા અમિત નાથાણીએ ૧૯૯૫ માં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.ત્યાર બાદ સતત રક્તદાન કરી આજે કેરવાડા ગામે ૯૬ મી વખત રક્તદાન કર્યું હતું.

ભરૂચ દૂધધારા ડેરીના વાઈસ ચેરમેન સંજયસિંહ રાજ,તણછા ગામના આગેવાન સિદ્ધરાજસિંહ વાંસદિયા,કેરવાડા ગામના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતનાએ બ્લડ ડોનેશન કરી સામાજીક જવાબદારીનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ,મંત્રી ડૉ.યોગેશભાઈ કોઠારી,ખજાનચી દર્શનસિંહ રાજ,ગણેશ યુવક મંડળ,કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ,અંબાજી મહિલા મંડળ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર દિવસ દરમ્યાન કેરવાડા ગામના વહીદખાને રક્તદાતાઓને સરબતની સેવા પૂરી પાડી હતી.રવિભાઈ ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સંકટ સમયમાં રકતની ઉપયોગીતા વિશે જણાવ્યું હતું.રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તેમજ એવીસીટી ટ્રસ્ટ તરફ્થી રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!