ભરૂચની મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 77મો ગણતંત્ર દિવસ ઉજવાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ સ્થિત મુન્શી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77 માં ગણતંત્ર દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધોરણ–8ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી. Lત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં છેલ્લા ત્રણ દાયકાથી કેમ્પસમાં કેન્ટીન સેવા આપતા  ઈલ્યાસભાઈ દશાનવાલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી, સીઈઓ, કેમ્પસ એડમીન, તમામ સંસ્થાઓના વડાઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ઈલ્યાસભાઈ દશાનવાલાએ પોતાના સંબોધનમાં તમામ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિદ્યાર્થીઓને જવાબદાર, સંસ્કારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સભ્યોને કેક વિતરણ કરવામાં આવ્યું અને ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી સંપન્ન થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!