પ્રજાસતાક દિન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે ઉજવણી : વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને બંદિવાનોને પ્રશંસાપત્ર એનાયત

SHARE:

ભરૂચ,

આજ ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલના ઈ.ચા.અધિક્ષક એન.પી.રાઠોડનાઓ દ્રારા ધ્વજ વંદન કરી પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિક્ષક દ્રારા બંદિવાનોને શુભેચ્છાઓ પાઠવી ભારત દેશના ગૌરવ અને પ્રગતિમાં ઉતરો-ઉત્તર વધારો થાય એના માટે આપણે સૌ સહભાગી થઈએ અને ખરા અર્થમાં એક જવાબદાર નાગરીક બની દેશને ખરા અર્થમાં પ્રજાસત્તાક બનાવીયે એવુ સૌને આહવાન કર્યું હતું.જે બાદ જેલની તિરંગા રેલી યોજવામાં આવેલ હતી.જેમાં તમામ અધિકારી/કર્મચારી જોડાયેલ હતા.આ પ્રસંગે વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને બંદિવાનોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના પી.એલ.વી મુનાફ એન.ભટ્ટીનાઓ દ્રારા નાલસા દ્રારા સંચાલિત વીર પરીવાર સહાયતા યોજના ની માહીતી આપેલ હતી તથા DAWN (ડ્રગ ફ્રી ઇન્ડીયા) સ્કીમ મુજબ તમામને નશા મુકત તદૂરસ્ત સમાજની નવરચના કરી નશામુકત જીવન જીવવા માટેની હાકલ કરેલ હતી.આ પ્રસંગે બંદિવાનો અને સ્થાનિક પ્રયાસ સંસ્થા,ભરૂચના સોશિયલ વર્કર આશિષભાઈ બારોટનાઓ દ્રારા બંદિવાન ભાઈઓ માટે ઈન્ડોર તેમજ આઉટડોર ગેમમાં વિવિધ રમતો રસ્સા ખેચ,સિક્કા શોધ,લીમ્બુ ચમચી, કોથડા દોડ,ક્રિકેટ તેમજ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે જેલના તમામ બંદિવાનોમાં ઉત્સાહ જોવા મળેલ હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!