ગિરિરાજ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજપીપલાનો વાર્ષિક મહોત્સવ : વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય,નાટ્ય અને પ્રસ્તુતિ કરી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજપીપલા ખાતે આવેલ ગિરિરાજ ઈન્ટરનેશનલ સ્કૂલ એકેડમી પાર્ટનર વાઈબ્રન્ટ વેવ્સ ઈન્ટરનેશનલ એકેડમી તથા રૂટ્સ ડે કેર સેન્ટર દ્વારા  શાળાના પ્રાંગણમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગૌરવભાઈ પ્રજાપતિ (DFO, નર્મદા),નેહાબેન પ્રજાપતિ (આચાર્ય સરકારી નર્સિંગ કોલેજ, ભુજ),મહેશચંદ્ર પટેલ (મહામંત્રી, ગુજરાત રાજ્ય શાળા મહામંડળ), દિનેશભાઈ ભીલ (DSO, નર્મદા), ડેપ્યુટી ડી.ડી.ઓ. પિનાકીનીબેન, એચ.એસ. પટેલ (ડિસ્ટ્રિક્ટ જજ, ફેમિલી કોર્ટ) તથા શિક્ષણ વિભાગ માંથી કલમભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.વાર્ષિક મહોત્સવ દરમ્યાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય, નાટ્ય અને પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી વાલીઓ તથા ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ વર્ષની વાર્ષિક ઉજવણી “Journey with Learning” થીમ પર આધારિત હતી જેમાં બાળકોના સર્વાંગી વિકાસની ઝલક જોવા મળી.

મુખ્ય મહેમાનો દ્વારા બાળકોને અભિનંદન પાઠવ્યાં હતાં.આ શુભ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ દિલીપભાઈ શેઠ, રવિભાઈ શેઠ તથા ચંદ્રેશભાઈ ધાધુકિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને સ્ટાફની ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!