ઝઘડિયા તાલુકા માંથી ત્રણ અલગ અલગ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાયો

SHARE:

– ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુલદ અને રાજપારડી ખાતેથી દારૂનો કુલ રૂપિયા ૧.૫૭ લાખનો જથ્થો કબ્જે લીધો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી ત્રણ અલગ અલગ સ્થળોએથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા ૧.૫૭ લાખનો જથ્થો ઝડપી લીધો હતો.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઈડ કરીને ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતા રાહુલ રૂપસીંગ વસાવાના ઘરના પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી ૩૫ નંગ બોટલો કિંમત રૂપિયા ૯૬૨૫ ની ઝડપી લઈને ઘરે હાજર નહિ મળેલ સદર ઈસમને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.જ્યારે એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે રાજપારડી ગામે બે અલગ અલગ સ્થળોએ રેઈડ કરીને રાજપારડીના રહીશ અશોક નટવર વસાવાએ તેના પાડોશી સોનલ વસાવાના ઘરે સંતાડેલ રૂપિયા ૧૫૭૫૦ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૭૦ કબ્જે લીધી હતી.તેમજ બીજા સ્થળે આરોપી અશોક નટવર વસાવાએ તેના પાડોશી કૈલાશબેન વસાવાના ઘરે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૬૦ નંગ બોટલો કિંમત રૂપિયા ૧૩૨૦૦૦ ની કિંમતની કબ્જે લીધી હતી. એલસીબીની ટીમે રાજપારડી ગામેથી કુલ બે સ્થળોએથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સંદર્ભે પ્રથમ ગુના હેઠળ સોનલ વસાવા તથા અશોક નટવર.વસાવા બન્ને રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.જ્યારે દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં કૈલાશ વસાવા તથા અશોક નટવર વસાવા બન્ને રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!