– પ ઓક્સિજન પ્લાન્ટ સાથે દવાઓ પણ ઉપલબ્ધ
– વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક ૧ સિનિયર રેસિડન્ટ, ૩ જુનિયર રેસિડન્ટ,૧ કન્સલ્ટન્ટ સહિત ૬૦ થી વધુ નર્સ ફરજ પર
ભરૂચ,
ગુજરાત સહિત વિશ્વમાં કોરોના ફરી સક્રિય થયાના અહેવાલ વચ્ચે ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ ૧૦૦ બેડનો આઈસોલેશન વોર્ડ તેમજ પ ઓક્સિજન પ્લાન્ટ સાથે સજ્જ થઈ છે.
ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે ભરૂચ સિવિયલ હોસ્પિટલ ખાતે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.આ અંગે ડૉ.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂટના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર ડૉ.ગોપિકા મેખિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે હાલ ૧૦૦ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી છે.જેમાં
૧૧૦ વેન્ટિલેટર,૧૨૦ બાયપેપ મશીનરીથી સજ્જ કરવામાં આવ્યો છે.આ સાથે પ ઓક્સીજન પ્લાન્ટ પણ કાર્યરત છે તેમજ તેના બેકઅપ માટે જમ્બો ૧૦૦ થી વધુ સિલિન્ડરની સુવિધા અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આઈસોલેશન વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક ૧ સિનિયર રેસિડન્ટ, ૩ જુનિયર રેસિડન્ટ,૧ કન્સલ્ટન્ટ સહિત ૬૦ થી વધુ નર્સ રહેશે ફરજ પર અને પેરા મેડિકલ સ્ટાફ પણ સતત ફરજ માટે તૈયાર છે.
આમ કોરોનાની આગામી સંભવિત લહેર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પણે જરૂરી તમામ સુવિધા સાથે સજ્જ બન્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is