રાજપીપલા પબ્લિક ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરતાં યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે હાઈકોર્ટમાં PLI દાખલ કરી

SHARE:

– રાજપીપલા ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો બનાવી દીધી

– રાજા દ્વારા રાજપીપલાના લોકો માટે પાલિકાને હરવા ફરવા ગાર્ડન માટે જગ્યા આપી હતી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલામાં સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરવા બાબતે રાજપીપલા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલે અમદાવાદ હાઈકોર્ટ માં PLI ની ફરિયાદ દાખલ કરી છે.જેમાં યુવરાજે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તે ઉમેરોએમ કોર્ટને તાકીદ કરી છે.રાજપીપલા ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે.યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દૂરપયોગ કરાયાનો મુદ્દો ઊઠાવ્યો છે.રાજપીપલાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત હાઈ કોર્ટમાં એક જાહેરહિતની રિટ અરજી દાખલ કરી છે.જેમાં રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દૂરપયોગ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.હાઈકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી છે.આ કેસ ૫ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.

યુવરાજના જણાવ્યા અનુસાર મારાં પરદાદા સ્વ. વિજયસિંહજી મહારાજાપ્રજાના મનોરંજન માટે રાજપીપલાના લોકો માટે પાલિકાને હરવા ફરવાના હેતુ માટે ગાર્ડન માટે જગ્યા આપી હતી.રાજપીપલા રાજ્યના વિલીનીકરણ વખતે લખ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ નોન કોમર્શિયલ હેતુ માટે કરવાનો છે.પણ રાજપીપલા નગરપાલિકાએ તેનો હેતુફેર કરી કોમર્શિયલ હેતુ માટે ગાર્ડનમાં ખાણી પીણીની દુકાનો બનાવી આર્થિક ફાયદો કરી રહ્યાં છે.જેની પરવાનગી પણ બનાવી નથી.આ અંગે ઉચ્ચ કક્ષાએ ઘણી જગ્યાએ  લેખિત રજુઆત કરવા કોઈ ન્યાય ન મળતા છેવટે હાઈકોર્ટ માં PIL દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.ગાર્ડનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ માંગ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!