ભરૂચ જીલ્લામાં ઊંચી ઈમારતો સર્જાતી ઈમરજન્સીને પહોંચી વળવા એક ટન ટેબલ લેડરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

SHARE:

ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં હવે અનેક વિસ્તારમાં ઊંચી ઈમારતો બની રહી છે.ત્યારે તેમાં કોઈ ઘટના ઈમરજન્સી ઘટના બને તો તેના માટે ભરૂચ ફાયર બ્રિગેડને સરકાર દ્વારા એક ટન ટેબલ લેડરની ફાળવણી કરાઈ છે.જેનું ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ભરૂચ જિલ્લો ઉદ્યોગો અને વિકાસની દ્રષ્ટીએ હરણફાળ આગળ વધી રહ્યો છે.ત્યારે ઉદ્યોગો ની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર માં પણ વધારો થઈ રહ્યો છે.ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણની ગતિ તેજ બનતા ઊંચી ઈમારતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરીને દહેજ બાયપાસ રોડ, તવરા રોડ તેમજ ચાવજ વિસ્તાર સહિતના વિસ્તારોમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ અને નવા રહેણાંક પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે.આવી ઊંચી ઈમારતોમાં આગ કે અન્ય ઈમરજન્સી આપત્તિના સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી શક્ય બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને અદ્યતન સુવિધાસભર ટર્ન ટેબલ લેડર (TTL) ફાયર ફાઈટિંગ વાહનની ફાળવણી કરવામાં આવી છે.લગભગ 7.10 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ હાઈડ્રોલિક સીડીવાળું વિશેષ ફાયર વાહન 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તેવી ક્ષમતા ધરાવે છે.જેના માધ્યમથી ઊંચી ઈમારતોમાં આગ લાગવાની ઘટના બને અથવા અન્ય આપત્તિ સર્જાય ત્યારે ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા, ઉપરના માળે પાણીનો અસરકારક છંટકાવ કરવા તેમજ રેસ્ક્યૂ ઓપરેશન ઝડપી બનાવવા મોટી મદદ મળશે.આ અદ્યતન ફાયર સેફ્ટી સાધનનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વીભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,વોટર વર્કસ ચેરમેન રાકેશ કહાર સહિતના પાલિકાના પદાધિકારીઓ,ફાયર વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ફાયર ઓફિસર ચીરાગ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી રહેણાંક અને વ્યાવસાયિક ઊંચી ઈમારતોને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.ટર્ન ટેબલ લેડર કાર્યરત થતા ફાયર બ્રિગેડની પ્રતિસાદ ક્ષમતા વધશે અને આપત્તિના સમયમાં જાનહાનિ તથા માલમિલકતના નુકસાનમાં ઘટાડો લાવવા સહાય મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ઝડપી વિકાસને અનુરૂપ ફાયર અને ઈમરજન્સી સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ કડી સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!