નવસારી,
સોશ્યલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી મહિલા તથા તેમના પરિચિતોને અને અજાણ્યા લોકોને અશ્લીલ વિડિયો તેમજ મેસેજ કરી મહિલાનો નંબર આપી મહિલાને હેરાન કરનાર ઈસમને જલાલપોર પોલીસે ઝડપી પાડ્યો હતો.
સોશ્યલ મીડિયા એક એવું વસ્તુ છે કે જેનો ઉપયોગ સાચવીને કરશો તો ખુબજ સારૂ છે અને જો ઉપયોગ ખોટી રીતે કરશો તો જેલ પણ જવું પડે છે ત્યારે આવોજ એક કિસ્સો નવસારી માં પ્રકાશમાં આવ્યો છે જેમાં જલાલપોર ખાતે રહેતી એક મહિલાએ સાઇબર ક્રાઇમ પોર્ટલ નંબર 1930 ઉપર એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આ અજાણ્યા ઈસમે આ મહિલાનું ઈન્સ્ટાગ્રામ માં ફેંક એકાઉન્ટ બનાવી મહિલાના પરિચિતો તેમજ મિત્રો અને અજાણ્યા લોકો ને અશ્લીલ મેસેજો કરી આ મહિલાનો નંબર આપી તેના પર કોલ કરાવી ખોટી રીતે હેરાન કરતો હતો જે ફરિયાદ ના આધારે જલાલપોરના પીઆઈ ડી.ડી.લાડુમોર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઈન્ટેલિજનસ ની મદદથી આરોપીને શોધવા ચક્રોગતિમાન કરતા મુળ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના વતની અને હાલ નવસારીના જલાલપોર ખાતે આવેલ ગૌરી શંકર મહોલ્લામાં ઈશ્વર કૃપા સોસાયટી ખાતે રહેતા ૩૧ વર્ષીય દર્શિત અલ્પેશ પટેલને જલાલપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is