ભરૂચ,
ભરૂચના તવરા રોડ પર આવેલ પાર્કિંગ નજીકથી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ની ટીમ દ્વારા મહાકાય અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર અને જીલ્લામાં દિવસે ને દિવસે અજગર દેખાવાના બનાવો વધી રહ્યા છે. ખોરાકની શોધમાં નીકળતા અજગરો ધણી વાર માનવ વસ્તીની સાથે સાથે જાહેરમાર્ગો પર પણ આવી જતા હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો ગત રોજ ભરૂચ તાલુકાના તવરા રોડ પર આવેલ પટેલ પાર્કિંગની આસપાસ મહાકાય અજગર દેખાતા દિગ્વિજયસિંહ દ્વારા ફ્રેન્સ ઓફ એનિમલ ની ટીમને જાણ કરવામાં આવતા ટીમના મનોજ સોલંકી અને રિતેશ ગાયકવાડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહાકાય અજગરનું સુરક્ષિત રીતે ટોર્ચના અજવારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ કરવામાં આવેલ મહાકાય અજગર અંદાજીત સાડા નવ ફૂટ લાંબો અને ૧૨ કિલો વજન ધરાવતા અજગરને રાતો રાત વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ દ્વારા ઓબઝાર્વેશન હેઠળ રાખી તેને ખોરાક અને પાણી મળી રહે તેવી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથધરી હતી.




