ભરૂચવાસીઓને પાંચ દિવસ એક ટાઈમ પાણીનો પુરવઠો મળશે

SHARE:

– અમૃત 2.0 યોજનાની કામગીરીને લઈને પાલિકા વિસ્તારમાં 12થી 16 ફેબ્રુઆરી સુધી એક સમય પાણી આપવામાં આવશે
ભરૂચ,
ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઈન્ટેકવેલથી માતરિયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોય પાલિકા વિસ્તારમાં 12થી 16 ફેબ્રુઆરી સુધી બે સમયના બદલે એક સમયે પાણી આપવામાં આવનાર છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ સુદ્રઢ બનાવવા માટે પાઈપલાઈન કામ હાથ ધરવામાં આવી છે.અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઈન્ટેકવેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 એમ.એમ.વ્યાસની એમ.એસ. પાઈપલાઈન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.જેમાં હાલ પાઈપલાઈનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય લાઈન માંથી પાણી લેવો તાત્કાલિક બંધ રાખવો પડશે.
આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે તા.12 થી 16 મી ફેબ્રુઆરી દરમ્યાન માતરિયા ઈન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે.જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત બે સમયના બદલે એક સમય પાણી પુરવઠો આપવામાં આવશે.નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો,અનાવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે.કામ પૂર્ણ થયા બાદ તા.17 મી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!