ભરૂચ,
બનાવની ટુકમાં હકીકત એમ છે કે, ભરૂચ તાલુકાનાં કરમાડ ગામમાં તા. ૨૦/૦૪/૨૦૧૯ ના રોજ નવી નગરી વ્હાલુ ફળીયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાનાઓએ ફરીયાદીનાં ઘરે આવી ફરીયાદીનાં પતિ કમલેશભાઈ માનસીંગભાઈ વસાવા ને કહેલ કે તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશભાઈ માનસીંગભાઈ વસાવાનાં માથાનાં જમણા કાનનાં ઉપરનાં ભાગે કુહાડીનો ઘા મારી રોડ ઉપર પાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી કમલેશભાઈ માનસીંગભાઈ વસાવાની હત્યા કરેલ હતી.સદરહું બનાવ બાબતે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.રજી.નં. ૨૪/૨૦૧૯ થી આઈ.પી.સી.ની કલમ-૩૦૨ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સદર ગુનાની તપાસ ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી.વાધેલા નાઓ દ્રારા કરવામાં આવેલ અને પુરતા પુરાવાઓ સાથે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.જે કેસ ભરૂચનાં બીજા એડીશનલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ ઈ.એમ.શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તર્ફે સરકારી વકીલ મનોહરસિંહ જી.રાઠોડ દ્રારા કુલ ૧૪ સાહેદો તપાસવામાં આવેલ અને કુલ ૨૧ દસ્તાવેજી પુરાવાએ રજુ કરવમાં આવેલ હતા અને સરકાર તર્ફે સરકારી વકીલ મનોહરસિંહ જી. રાઠોડ નાઓએ આરોપીએ હત્યાનો ગંભીર ગુનો કરેલ હોય આજીવન સજા કરવા ધારદાર દલીલો કરવામાં આવેલ જે નામદાર કોર્ટ દ્રારા ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ આરોપીને ખુનનાં ગુનામાં કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂા. ૫૦,૦૦૦ નો દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is