ઝઘડિયા તાલુકા માંથી બે સ્થળેથી એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

SHARE:

– તાલુકાના કદવાલી ગામેથી તથા નેત્રંગથી જેસપુર વાળા રોડ પર ઈકો ગાડી માંથી દારૂનો જથ્થો ઝડપાયો
– કદવાલી ગામેથી ૫૮૭૫ તથા ઈકો ગાડી માંથી ૧,૭૭,૯૭૫ ના વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝઘડિયા તાલુકામાંથી બે સ્થળેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે,રાજ્યમાં વિદેશી દારૂ પર પ્રતિબંધ છે તેમ છતાં પોતાના આર્થિક ફાયદા સારું કેટલાક ઈસમો વિદેશી દારૂનો ધંધો કરે છે જેથી આવી પ્રવૃત્તિઓ અટકાવવા સારું એલસીબી સતત કાર્યરત રહે છે.
ગતરોજ ઝઘડિયા તાલુકા માંથી બે સ્થળેથી છાપા મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.જેમાં એલસીબી ને મળેલી માહિતીના આધારે તેઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન કદવાલી ગામની આગળ આવેલ બજરંગ‌‌ ટેકરી પાસે કૃષ્ણકાંત કંચન વસાવા ના‌ઓ ઇંગ્લિશ દારૂ નો જથ્થો લાવી પોતાના ઘરની પાછળ સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે ત્યારે તેના ઘરે છાપો મારતા કોઈ ઈસમ મળી આવેલ ન હતો અને આજુબાજુના ઘરના પાછળના ભાગે તપાસ કરતાં ઘરની પાછળના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની તેમજ કાચની બોટલો ૨૩ નંગ મળી ૫૮૭૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની બીજી છાપામારી માં ભાગેડુ આરોપી દીપ્તેશ ઉર્ફે દિપ્તો રહે. કંબોડિયા તા.નેત્રંગ નાઓ ઈંગ્લિશ દારૂનો જથ્થો મેળવી તથા માલ લેનાર નહીં પકડાયેલ રમેશભાઈ તુલસી વસાવા નાઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળી હતી કે ચંદ્રવાણ ગામનો મુકેશ વસાવા તેની ઈકો ગાડી લઈ તેમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ચંદ્રવાણથી જેસપુર ગામ તરફ જવાનો છે જે બાતમીના આધારે ઈકો ગાડીને વોચમાં બેઠા હતા તે દરમ્યાન ગાડી આવતા તેને યોગ્ય કોડન કરી ગાડી ચાલકને પૂછતા તેને મુકેશ રાજેશ વસાવા જણાવેલ તથા બાજુમાં અર્જુન શુકલ વસાવા જણાવેલ બંનેને ગાડીઓ નીચેથી ઉતારી તેની પાછળની સીટના ભાગે તપાસ કરતા ભારતીય વિદેશી દારૂની બિયરના ટીન તેમજ પ્રીમિયમ વિસ્કી વગેરે મળી કુલ ૫૩૭ નંગ વિદેશી દારૂની કિંમત ૧,૭૭,૯૭૫ તથા ઈકો ગાડી ચાર લાખ મળી કુલ ૫,૭૭,૯૭૫ નો મુદ્દામાલ જપ્ત કરેલ હતો અને મુકેશ રાજેશ વસાવા, અર્જુન શુકલ વસાવા, દીપ્તેશ ઉર્ફે દીપો, રમેશ તળસી વસાવા, ભરત મોતિયા વસાવા નાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!