ભરૂચ,
કેસની ટુંક હકિકત એવી છે કે.ભરૂચના જીગર જે.દિવાન નામની વ્યક્તિએ પોતાના વિસ્તારમાં વસવાટ કરતા અને નાનપણના મિત્ર એવા હર્ષિલભાઈ પાસેથી તા.16/09/2021ના અરસામાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે રૂપિયા 2,00,000 રોકવા લલચાવેલા અને તે જ દિવસે હર્ષિલભાઈએ જીગર જે.દિવાન ને રૂપિયા 2,00,000 ચેક મારફતે ટ્રાન્સફર કરેલા.ત્યાર બાદ સને 2022-2023 નું વર્ષ પસાર થવા છતાં ઈન્વેસ્ટમેન્ટ માંથી શું પ્રાપ્ત થયું તેની કોઈ જાણકારી આપેલી નહી અને દર વખતે જીગર જે.દિવાન બહાના બતાવતા હતા અને આથી હર્ષિલભાઈ એ કંટાળીને જીગર જે. દિવાનને કહેલ કે, ઘણો વખત થયો સાચી માહિતી મળતી નથી મને મારા પૈસા પરત આપી દો.આથી જીગર જે. દિવાને, HDFC બેંક, લીંક રોડ, ભરૂચ શાખાનો તા.24/01/2023 નો રૂપિયા 2,00,000/- નો ચેક પ્રમેશ ઈન્વેસ્ટમેન્ટ ના ખાતાનો આપેલો જે ચેક તેમા જણાવેલી તારીખે બેન્કમાં રજૂ કરતા સદર ચેક ફંડ ઈનશફીશ્યન્ટના કારણસર પરત આવેલો. આથી ફરિયાદી હર્ષિલભાઈએ આરોપી જીગર જે. દિવાન નો સંપર્ક કરતા તેઓએ કહેલ કે, “ચેક શું કામ નાખ્યો? તમને મારે વ્યાજ સહિત પૈસા પરત આપવાના છે” તેવુ જણાવેલુ. ત્યારબાદ આરોપી રૂબરૂ મળેલા નહી.આથી ફરિયાદી હર્ષિલભાઈએ તેમના વકીલ મહેન્દ્ર એમ.કંસારા મારફતે નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની નોટીસ જીગર જે.દિવાનને આપેલી અને તે નોટીસ આરોપીને મળી જવા છતાં આરોપીએ નોટીસનો અમલ કરેલો નહી.આથી નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં ફોજદારી ફરિયાદ ભરૂચની ફોજદારી અદાલતમાં હર્ષિલભાઈએ તેમના વકીલ મહેન્દ્ર એમ. કંસારા મારફતે દાખલ કરાવેલી અને તે કેસમાં ફરિયાદીએ સોગંદ ઉપર જુબાની આપેલી અને અસલ ચેક તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા અને સાક્ષીઓ પણ તપાસેલા.
ઉપરોક્ત કેસ ભરૂચના સાતમા વધારાના સીવીલ જજ અને જે.એમ.એફ.સી આર.એ.ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી જતા તા.30/05/2025ના રોજ આરોપી જીગર જે.દિવાનને ચેક પરતના કેસમાં કસુરવાર ઠેરવી 6 માસની કેદની સજા તથા ચેકની રકમ રૂપિયા 2,00,000 ચૂકવવાનો હુકમ કરેલ છે. જેના પરિણામે ચેક પરતના કેસોમાં આરોપી આલમમાં ફફડાટની લાગણી ફેલાય ગઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is