નેત્રંગ : ધોલેખામના પાટીયા પાસે ટેમ્પો ચાલકે રોગસાઈટ હંકારતા મોટરસાયકલને અડફેટે લેતા બેને ગંભીર ઈજા

SHARE:

– એક રાજપીપલા તો એક વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ-મોવી રોડપર ધોલેખામ ગામનાં પાટીયા પાસે એક આઈસ્કીમ વેચાણ કરતા ટેમ્પા ચાલકે સામેથી રોગસાઈટ ટેમ્પો હંકારી લાવી મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા ચાલક તેમજ તેની સાથે પાછળ સવારને ગંભીર ઈજાઓ થતા એક ને રાજપીપલા તેમજ બીજાને વડોદરા હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો જ્યારે અકસ્માત કરી ટેમ્પો ચાલક સ્થળ પર જ ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો.
નેત્રંગ-મોવી રોડ પર કોચબાર ગામની સામે આવેલ ઢેબાર ગામમાં રહેતા સંદિપ કનુભાઈ વસાવા નાઓ અને અશ્વિન મોતીસીંગભાઈ વસાવા તા.૯ રોજ સંદિપની મોટરસાયકલ નંબર જીજે-૧૬-સીઆર-૬૦૧૦ લઈને વાલીયા ખાતે વોડાફોનના ટાવર ઉભા કરવાની કામગીરી ચાલે છે.તેમાં મંજુરી કામે ગયા હતા.જેવો વાલીયાથી સાંજના પાંચ વાગે પરત ઢેબાર પોતાના ગામે આવવા નિકળ્યા હતા.નેત્રંગ-મોવી રોડ પર થી પસાર થઇ રહ્યા હતા.ત્યારે સાંજ ના સાત થી સડાસાતના સમય ગાળા દરમિયાન કાંટીપાડા ગામ થી આગળ ધોલેખામ ગામના પાટીયા પાસે થી પસાર થઈ રહ્યા હતા.તે સમયે મોવી તરફ થી ગામડાઓમાં છુટક આઈસ્કીમ વેચાણ કરતો ટેમ્પો નંબર જીજે-૧૬-એયુ-૨૬૭૮ નો ચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે ટેમ્પો રોગસાઇટ સામે હંકારી લાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ ચાલક સંદિપ રોડપર ફેકાઇ ગયો હતો.જ્યારે તેની પાછળ સારવાર અશ્વિન મોટરસાયકલ ઉપર થી ઉછળીને ટેમ્પા સાથે ભટકાય ને ટેમ્પો પલ્ટી મારતા ટેમ્પા નીચે ડબાઈ ગયો હતો.અકસ્માત સ્થળે લોકટોળા એકત્ર થતા ટેમ્પા નીચે ડબાઈ ગયેલા અશ્વિન ને બરાર કાઢવામાં આવેલ આ સમયે કોઈ એક ઈસમે ૧૦૮ સેવામાં ફોન કરતા ૧૦૮ સેવા થકી બંન્ને ઇજાગ્રસ્તોને નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતેથી અશ્વિન મોતીસીંગભાઈ વસાવાને સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે વધુ સારવાર માટે રીફર કરેલ છે.જયા તેની હાલત નાજુક હોય આઇસીયું વોર્ડમાં સારવાર ચાલી રહી છે.અકસ્માત કરી ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો.અકસ્માત બનાવને લઈને તા.૧૦ ના રોજ અશ્વિન ની માતા ફલીબેન મોતીસીંગભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ટેમ્પો ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
-નેત્રંગ પંથકમાં છકટા બની બેફામ વાહનો હંકારતા ચાલકો
નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે.જેના કારણે સામે વાળાની ભૂલનો ભોગ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.નેત્રંગ તાલુકામાં રોડ રસ્તાઓ ઉપર આવેલ દુકાનો પર તેમજ અન્ય જગ્યાઓ પર તંત્ર ની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડાઓ પર ખનીજ વહન કરતા હાઇવા ચાલકોથી લઇ ને નાના મોટા વાહન ચાલકો દારૂનો નશો કરી છાકટા થઈ વાહનો ચલાવતા હોવાનું ચર્ચાઈ રહ્યુ,આ બાબતે સ્થાનિક પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
– હેલ્મેટ પહેરેલ હોય સંદિપને માથામાં કોઈપણ પ્રકારની ઈજા ન થઈ
નેત્રંગ-મોવી રોડ પર કાંટીપાડ ગામની આગળ ધોલેખામ ગામના પાટીયા પાસે એક ટેમ્પા ચાલકે રોગસાઈટ હંકારી લાવી મંજુરી કામ કરી મોટરસાયકલ પર પરત ઘરે ઢેબાર ગામ આવી રહેલા સંદિપ વસાવાની મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ સાથે સંદિપ વસાવા જોરદાર પટકાતા તેના હાથ પગે ફેકચર તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થયેલ પરંતુ માથામાં હેલ્મેટ પહેરેલ હોવાથી માથામાં કોઈપણ જાતની ઈજાઓ નહિ થઈ હોવાનું સંદિપે જણાવ્યુ હતુ.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!