best news portal development company in india

ભરૂચ,અંકલેશ્વર અને માંડવી ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા

SHARE:

– ભરૂચના ચાવજ તથા માંડવી ખાતે સમાજના આગેવાનો સાથે મીટીંગ કરી અને અંકલેશ્વર લાપસી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

ભરૂચ,

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેઉઆ પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાનુ સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશ પટેલ આજરોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા.જેમાં તેઓએ માંડવી (સુરત) ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.જેમાં માંડવી, વાંકલ, બારડોલી, વ્યારા, તાપી વિસ્તારમાં વસતા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વિસ્તારના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નરેશ પટેલનો બીજો કાર્યક્રમ હતો.ભરૂચના ચાવજ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં જંબુસર, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર સહિત ચેરમેન નરેશ પટેલ, સંગઠન પ્રભારી હસમુખ લુણાગરિયા, ટ્રસ્ટી પ્રવિણ પટેલ, ભરતભાઈ પટેલ, બકુલ સોરઠીયા, ભરત બોદર,  મનોજ સાકરીયા, પંકજ ભુવા, મનસુખ રાદડિયા, નરેશ પટેલ (કિજલ કેમિકલ) સુરત,વડોદરા અને નર્મદા જીલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેઉવા પાટીદાર સમાજના પ્રમુખો,ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા સ્થાનિક સમાજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર બાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમાં લાપસી મહોત્સવમાં નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલ સર્વાઈકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી.ત્યાર બાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી.ઉપસ્થિત તમામ ગોળના શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગોળ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું.આ કાર્યક્રમમાં  ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!